
ગુજરાતીઓ નું આરોગ્ય કથળ્યું છે. ખાવાના શોખીન ગુજરાતીઓની શારીરિક સ્થિતિ કથળી છે. તેમા હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં જ ૨૨.૧૮ લાખ લોકોને ડાયાબિટીસ થયો છે. ડાયાબિટીસના રોગને ધીમું મોત કહેવાય છે.
આ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતીઓ ને ડાયાબિટીસના રોગમાં વધારો થવાનું કારણ તેમની બેઠાડુ જીવનશૈલી હોવાનું કહેવાય છે. ગુજરાતીઓ ક્યાં તો દુકાન પર અથવા તો ઓફિસમાં બેસીને કામ કરતાં હોય છે. આ ઉપરાંત તેમનામાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોય છે. તેથી જો ફિઝિકલ એક્ટિવિટીમાં વધારો કરે તો ડાયાબિટીસ રોગ ન થાય, પણ ગુજરાતી ક્યાં તો ઘરની બહાર પગ મૂકે ક્યાં તો ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પર જ બેસી જાય છે. હજી પણ જો તેઓ નહીં સમજે અને સુધરે તો આગામી દિવસોમાં આ આંકડો સતત વધતો જશે.
આ સિવાય રાજ્યમાં ૭૭ હજારને કેન્સર થયું છે. આમ વસ્તીની તુલનાએ કેન્સરના પ્રમાણમાં પણ ગુજરાત મોખરે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડાયાબિટીસના જ ૪૭.૬૬ લાખ કેસ થયા છે. જ્યારે કેન્સરના ૨.૨૬ લાખ કેસ નોંધાયા છે.
ડાયાબિટીસના નિદાનના કેસમાં ત્રણ વર્ષમાં ૧૪ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ૨૦૨૩-૨૪માં કુલ ૧.૭૪ કરોડ કેસમાં ૯.૮૭ લાખ લોકોને ડાયાબિટીસનું નિદાન થયું હતું. જ્યારે ૨૦૨૪-૨૫માં ૨.૪૮ કરોડ કેસમાં ૧૫.૬૦ લોકોને ડાયાબિટીસનું નિદાન થયું હતું. ૨૦૨૫-૨૬માં ૧.૭૩ કરોડ કેસમાં ૪૭.૬૬ લાખ લોકોને નિદાન થયું હતું.
ગુજરાતમાં ૨૦૨૨માં કેન્સરના ૭૩,૮૩૨ કેસ નોંધાયા હતા. તેના પછી ૨૦૨૩માં કેન્સરના કુલ ૭૫,૨૯૦ કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં કેન્સરના સૌથી વધુ ૨.૨૧ લાખ કેસ નોંધાયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં ૧.૨૭ લાખ, પશ્ર્ચિમ બંગાળમાં ૧.૧૮ લાખ કેસ નોંધાયા હતા. બિહારમાં ૧.૧૫ લાખ તો તમિલનાડુમાં ૯૮ હજાર કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં ૯૮ હજાર તો મયપ્રદેશમાં ૮૬ હજાર અને રાજસ્થાનમાં ૭૮ હજાર કેસ નોંધાયા છે. આ બતાવે છે કે ક્ત ગુજરાત જ નહીં આખા દેશમાં કેન્સરનો રોગ કેવો ભરડો લઈ રહ્યો છે.