હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું તમે પણ આવશો ને’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડોની આવતી કાલે મુલાકાતે જશે. ત્યારે ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી લોકોને આ વિષે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આખી દુનિયા જેની રાહ જોવે છે એ રણોત્સવ આવી ચૂક્યો છે. હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું. તમે પણ આવશો ને’? ક્ષિતિજે દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં સુધી અફાટ સફેદ રણ.. ધોરડોની ધરતીમાં અજબ ખુમાર છે.. તેની હવામાં જાણે અલખનો પોકાર છે. રણોત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ પણ છે, અને ભાતીગળ કલાનો ખજાનો પણ.. અહીં પરંપરાગત ભોજનનો રસથાળ પણ છે.. અને એડવેન્ચર એક્ટિવિટીઝની થ્રિલ પણ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, કિડ્સ પ્લે એરિયા જેવા આકર્ષણો પણ છે. અને, સાથે-સાથે, ધોળાવીરા, રોડ થ્રુ હેવન, લખપત, માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર, સ્મૃતિવન, માંડવી આ બધા સ્થળો કચ્છની ટ્રિપને યાદગાર બનાવી દે તેવા છે. રણોત્સવ આગામી ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલશે. મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

આ મહોત્સવની મુલાકાત લેતા લાખો પ્રવાસીઓએ સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો મોટો ોત ઉભો કર્યો છે. આ મહોત્સવ રોગન કલા, ઓરિભારત, મીના કૃતિ, અજરખ બ્લોક પ્રિન્ટ, બાંધણી, જરદોશી કલા, લાકડાની કોતરણી અને વધુમાં કુશળ કારીગરોને રોજગારી પૂરી પાડે છે, પરંતુ કચ્છના (ોંષ્ઠર) હસ્તકલા કલાકારોને તેમના કામ વેચવા માટે વૈશ્ર્વિક બજાર પણ પ્રદાન કરે છે. સ્થાનિક કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે, ટેન્ટ સિટીમાં હાથશાળ અને હસ્તકલાના લાઇવ ડેમો સાથેના સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. વધુમાં, આ મહોત્સવમાં દૈનિક સાંસ્કૃતિક શો પણ રજૂ કરવામાં આવે છે જે સ્થાનિક કલાકારો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ૨૦૨૩-૨૪ રણોત્સવ દરમિયાન, આશરે ૨૦૦,૦૦૦ લોકોએ હસ્તકલા સ્ટોલ અને ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેનાથી હસ્તકલા સ્ટોલ ધારકો માટે ?૬.૬૫ કરોડ અને ફૂડ સ્ટોલ ધારકો માટે ?૧.૩૬ કરોડની અંદાજિત આવક ઊભી થઈ હતી.

દર વર્ષે લાખો પ્રવાસીઓને પોતાની સુંદરતાથી આકષત કરતી સફેદ રણની પૂણમાની રાત્રિ આ વર્ષે વધુ ભવ્ય બનવાની તૈયારીમાં છે, કારણ કે મુખ્યમંત્રીની મુલાકાતમાં અનેક અગ્રણી વ્યક્તિઓ જોડાય તેવી અપેક્ષા છે.અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણ, નાયબ મુખ્યમંત્રી અને પર્યટન મંત્રી હર્ષ સંઘવી, તેમજ કચ્છના પ્રભારી મંત્રી કાંતિ અમૃતિ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાંજે ૪ વાગ્યે ધોરડો પહોંચશે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને પર્યટન વિભાગ તેમના આગમન માટે તૈયારીઓ કરી રહ્યા છે. મુખ્યમંત્રી રણોત્સવ દરમિયાન સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે.

દર વર્ષની જેમ, આ વર્ષે રણોત્સવની પૂણમાની રાત્રિ ખાસ રહેશે, કારણ કે ચાંદનીમાં ચમક્તા સફેદ રણના અદભુત દૃશ્યને જોવા માટે હજારો પ્રવાસીઓ ધોરડો આવશે. મુખ્યમંત્રીની હાજરીથી આ સાંસ્કૃતિક કાર્યક્રમને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જવા રવાના થશે. નોંધનીય છે કે દિવાળીના દિવસે ટેન્ટ સિટી ખુલી હતી, જ્યારે સફેદ્રનમાં ૨૩ તારીખથી પ્રવાસી પરમિટ જારી કરવાનું શરૂ થયું હતું. ચાલુ સિઝનનો આ પહેલો પૂણમો હોવાથી, મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણની ચાંદનીનો આનંદ માણવા માટે પણ આવશે.