પાસ નેતા અલ્પેશ કથીરિયા સામે ફરિયાદ : પતંગ બાબતે ભાઈ સાથે મળીને કરી મારામારી

સુરતમા પાસના નેતા અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પતંગ ખરીદૃવા આવેલા ગ્રાહકોને બંને ભાઈઓ દ્વારા ફટકારવામાં આવ્યા હોવાની ફરિયાદૃ સુરતના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણા કિરણ ચોક પાસે પાટીદૃાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં ઝઘડો થયો હતો. દૃુકાન ચલાવતા અલ્પેશ કીરિયાના ભાઈ સાથે ભાવને લઈ એક ગ્રાહકને માથાકૂટ થઈ હતી. ત્યારે ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ ત્રણે સાથે ઝઘડો કરી ઢીકા મુક્કીનો માર માર્યો હતો.

મારા મારીને લઈ ચંદ્રેશ અને તેના ત્રણ મિત્રો સરથાના પોલીસ મથકે પહોંચ્યા હતા. અલ્પેશ સહિત ત્રણ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદૃ નોંધાઈ છે. અલ્પેશ કથીરિયા સહિત ત્રણ વિરુદ્ધ બીએનએસની કલમ ૩૫૨, ૧૧૫ (૨ ),૫૪ અંતર્ગત એન સી ગુનો નોંધ્યો છે.