પંચમહાલના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા જીલ્લા પંચાયત હસ્તકના જીલ્લાના ગ્રામીણ માર્ગોની ગુણવત્તા સુધારવા માર્ગ સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જાંબુઘોડા તાલુકાના તરગોળ ગામના રોડ રીપેરીંગની કામગીરી તેમજ શહેરા તાલુકાના ભૂરખલ ગામ ખાતે રોડ રિ-સર્ફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જીલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી જીલ્લાના પંચાયત હેઠળના માર્ગો સુદૃઢ બનશે અને આ માર્ગોનો ઉપયોગ કરનારા મુસાફરોને હવે અવરજવરમાં વધુ સરળતા અને સુગમતા રહેશે.