ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આહ્વાનના પગલે પંચમહાલના પંચાયતી તલાટી કમ મંત્રીઓએ મહેસુલી (રેવન્યુ) કામગીરી આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ રાખી છે.
જીલ્લામાં ૩૨૦ તલાટીઓએ ૫૦૦ થી વધુ પંચાયતોમાં મહેસુલી કામગીરી સ્થગિત કરતા મહેસુલની લગતી પેઢીનામુ, રેશનકાર્ડ, કૃષિ લોન તેમજ અન્ય ધિરાણ મેળવવા માટે જરી દસ્તાવેજોની કામગીરી અટવાઇ પડી છે. અરજદારોને સમયસર કામ ન થતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા, સ્કોલરશિપ તથા અન્ય પ્રમાણપત્રો મેળવવામાં પણ વિલંબ સર્જાયો છે.જીલ્લામાં પંચાયતી તલાટી અને રેવેન્યુ તલાટીઓના મામલે ગ્રામજનો પીસાઇ રહ્યા છે. જીલ્લામાં મોટા ભાગના તલાટીઓ પાસે બે તેથી વધુ પંચાયતના ચાર્જ સોપવમાં આવ્યા છે. તલાટીઓએ પંચાયતી સાથે રેવેન્યુની કામગીરી કરવાની હોવાથી વધારોનો બોજ આવી રહ્યો છે. જેથી એક મહિનાથી તલાટીએ મહેસુલી કામગીરી બંધ કરતા ગ્રામજનો અટવાયા છે.
ગ્રામજનોને હાલાકી પડતા તાલુકાઓના સરપંચો, તાલુકા સભ્યોએ ડીડીઓને રજુઆત કરી હતી.જયારે ડીડીઓએ જીલ્લાના તલાટીઓને સોમવારથી રેવેન્યુ કામગીરી કરવાની સૂચનાઓ આપી હતી. પરંતુ તલાટી મહામંડળના આદેશ મુજબ સોમવારે પણ તલાટીઓએ કામગીરીથી અગળા રહ્યા હતા. જેના લીધે રેવેન્યુ કામગીરી અભરાઇએ ચઢી છે.જીલ્લા વિકાસ અધીકારી દ્વારા જો તલાટી રેવેન્યુ કામગીરી નહિ કરે તો કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
રેવન્યુ તલાટીઓની ભરતી કરીને કચેરીઓમાં બેસાડયા જીલ્લામાં તાજેતરમાં ૧૦૮ રેવેન્યુ તલાટીઓની ભરતી કરવામાં આવી છે. અગાઉ ૩૦ જેટલા રેવેન્યુ તલાટીઓ હતા.તંત્ર દ્વારા ભરતી કરેલાઓમાંથી ૪૦ રેવેન્યુ તલાટીઓએ તાલુકાવાર શ કરેલ સીટી સર્વેની કચેરીઓ ફરજ પર મુકી દીધા છે. તેમજ બાકી ૫૦ રેવેન્યુ તલાટીઓએ અલગ અલગ મહેસુલી કચેરીમાં ખસેડી દેવામાં આવ્યા છે. બાકી રહેલા ૩૦ જેટલા રેવેન્યુ તલાટીઓને સેજા ફાળવવામાં આવ્યા હોવાનુ તલાટીઓ જણાવી રહ્યા છે.
ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તલાટીઓ પાસે ૩ કે વધુ પંચાયતનો ચાર્જ હશે ત્યારે રેવેન્યુ તલાટીઓ મુકશે. પંચાયતી તલાટીઓએ રેવેન્યુ વિભાગની કામગીરીનો વિરોધ વર્ષ ૨૦૨૨માં કર્યો હતો. પણ તેની હજુ અમલવારી હજુ થઇ નથી.
રેવન્યુ સહિતના કામથી વધારોનો બોજ પડતો હતો…
અમે વર્ષોથી પંચાયત સાથે મહેસુલી વિભાગની કામગીરી કરીએ છીએ. વર્ષ ૨૦૨૨ માં મહેસુલી કામગીરીને હડતાલ કરતા સરકારે સમાધાન કર્યુ પણ અમલવારી કરી નથી. અમારી પાસે પંચાયત સાથે રેવેન્યુ તથા ખેતીને લગતી કામગીરી કરાવતા વધારોનો બોજ પડતો હતો. તાજેતરમાં રેવેન્યુ તલાટીઓની ભરતી કરી છે. અમારા મહામંડળ જે નીર્ણય લેશે તેની અમલવારી કરીશું.:- કુલદિપસિંહ સોલંકી, પ્રમુખ, જીલ્લા તલાટી મંડળ…