ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન પડેલા ભારે અને સતત વરસાદના પગલે છોટાઉદેપુર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.
આ પરિસ્થિતિને ધ્યાને લઈને એમજીવીસીએલ દ્વારા જીલ્લામાં ભારે દબાણ (HT) અને હળવા દબાણ (lT) ધરાવતી વીજ લાઈનોના ક્ષતિગ્રસ્ત થયેલા કુલ ૨૩૧ થાંભલા (પોલ) તથા ૮ ટ્રાન્સફોર્મર સેન્ટરોની મરામત કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે.
નાગરિકોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપીને બોડેલી વિભાગીય કચેરી હેઠળ કાર્યરત તમામ ૬ સંલગ્ન પેટા વિભાગીય કચેરીઓ દ્વારા વીજ માળખાને થયેલા નુકસાન સામે યુદ્ધના ધોરણે પુન:સ્થાપનની કામગીરી શ કરવામાં આવી હતી.
જેના પરિણામે, ક્ષતિગ્રસ્ત ૨૩૧ વીજ થાંભલાઓ પૈકી મોટાભાગના એટલે કે ૨૦૯ જેટલા વીજ પોલ પૂર્વવત કરીને વીજ પુરવઠો પુન: શ કરી દેવામાં આવ્યો છે. હાલ બાકી રહેલા ૨૨ વીજ પોલને ઊભા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, જે આગામી વધુમાં વધુ બે દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવનાર છે.