
બોડેલી માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના સાઇડ શોલ્ડરનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓને નુકસાન થયું હતું, જેમાં સંખેડા વિસ્તારના સાઇડ શોલ્ડરમાં ધોવાણ થયું હતું.
બોડેલી સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. તેમણે ધોવાણ પામેલી જગ્યાએ માટી અને અન્ય જરી સામગ્રી ભરીને રસ્તાઓને ફરીથી સુરક્ષિત બનાવ્યા હતા.
તંત્રની આ ત્વરિત કાર્યવાહીથી વાહનચાલકોને મોટી રાહત મળી છે અને અકસ્માત થવાની શક્યતા પણ ઘટી છે. માર્ગ અને મકાન વિભાગે નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.