ગોધરા તાલુકાના થાણાગર્જન ગામના રસ્તાની સુવિધા અભાવે વૃઘ્ધ મહિલાને ખાટલામાં ઉંચકી બે કિલોમીટર ઉંચકવા મજબુર

ગોધરા તાલુકાના થાણા ગર્જન ગામે આઝાદીના સાત દાયકા કરતા પણ વધુ સમય વીતી ગયા હોવા છતાં ગામ સુધી પહોંચવા માટે પક્કો રસ્તો જ બન્યો નથી. પરિણામે, ચોમાસાની ઋતુમાં કાદવ-કીચડથી ભરેલા કાચા માર્ગ પરથી પસાર થવું ગ્રામજનો માટે નરકાગાર સમાન બની જાય છે. ગામની એક વૃદ્ધ મહિલાની તબિયત બગડતા ખાટલાં લઈ જવા મજબુર બન્યા હતા.

થાણા ગર્જન ગામના બારીયા ફળિયા અને જમાદાર ફળિયાના આશરે ૧૦૦ જેટલા પરિવારો માટે ફરી એકવાર મુશ્કેલી ઊભી થઈ હતી.ગામના ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલા જલીબેન બારીયાની તબિયત અચાનક લથડતાં,રસ્તાના અભાવે ૧૦૮ કે અન્ય કોઈ વાહન ફળિયા સુધી પહોંચી શક્યું ન હતું.

આથી ગ્રામજનોએ માનવતા દાખવી કાદવ-કીચડવાળા પાણી ભરાયેલા માર્ગ પરથી મહિલાને ખાટલામાં સુવડાવીને અંદાજે ૨ કિલોમીટર સુધી ઊંચકીને મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા પડ્યા હતા. માત્ર બીમારી જ નહીં, પરંતુ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવી હોય કે નાના બાળકોને શાળાએ જવું હોય, દરરોજ ચોમાસામાં અહીંના લોકોએ ભારે યાતનાઓ ભોગવવી પડે છે.તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં પરિણામ મળ્યુ નથી.

સમયસર સારવાર ન મળતાં ૨ લોકોનાં મોત નિપજ્યા હતા ગત વર્ષે ખેતરમાં કામ કરતી વખતે રાધાબેન મહેન્દ્રભાઈ બારીયાને વિજ કરંટ લાગ્યો હતો. રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા સારવારના અભાવે તેમનું સ્થળે જ મોત નીપજ્યું હતું.

બે વર્ષ અગાઉ પ્રવીણભાઈ કાળુભાઈ નામના વ્યક્તિને રાત્રિના સમયે હાર્ટ એટેક આવ્યો હતો.વાહનની સુવિધા ન હોવાથી અને રસ્તાના અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચાડી શકાતા રસ્તામાં જ તેમનો પ્રાણપંખે‚ ઊડી ગયું હતું. અમે વર્ષોથી યાતના ભોગવી રહ્યા છે આઝાદી પછી પણ અમારા ગામ સુધી પહોંચવાનો પાકો રસ્તો નથી. અમો વર્ષોથી અંતરિયાળ વિસ્તારમાં રહીએ છીએ.આઝાદી પછી પણ અમારા ગામ સુધી પહોંચવાનો પક્કો રસ્તો નથી.

ચોમાસામાં પરિસ્થિતિ અત્યંત દયાજનક બની જાય છે.ભૂતકાળમાં અનેક લોકો સમયસર સારવાર ન મળવાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.અમે તંત્રમાં અનેકવાર લિખિત તથા મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.:- વખતસિંહ બારીયા, સ્થાનિક…