પક્ષ અલગ, પણ દિલથી પાટીદાર.જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા ફરી સાથે જોવા મળ્યા

સુરતના એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એકસાથે જાવા મળ્યા હતા. ભાજપ અને આપના ધારાસભ્યો એક મંચ પર જાવા મળતા ચર્ચા ઉઠી હતી. જયેશ રાદડિયા રાજકોટ જિલ્લાની જેતપુર બેઠકથી ધારાસભ્ય છે, તો ગોપાલ ઈટાલિયા વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય છે.બંનેએ પુણા-વલથાણ રોડ પર સમુહ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. એક જ સોફા પર બેસીને મિત્રોની જેમ બંને નેતા મળ્યા હતા, અને એકબીજા સાથે વાતચીત કરી હતી. સૌરાષ્ટ્ર ના બે દિગ્ગજ નેતાઓનું એકસાથે જાવા મળ્યું પાટીદારોમાં સ્પષ્ટ સંદેશ આપે ે કે, પક્ષ ભલે અલગ હોય, પણ દિલથી તો પાટીદાર છીએ.

મહત્વનું છે કે, અગાઉ વિધાનસભામાં બંને ધારાસભ્યો વચ્ચે મુલાકાત થઈ હતી. તે સમયે પણ જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે હસ્તા મોઢે વાતચીત થઈ હતી. અને આજે સામે આવેલા દ્રશ્યોમાં પણ બંને નેતાઓ કોઈ વિષય પર વાતચીત કરતા નજરે પડ્યા. બંને ધારાસભ્યોની વાતચીતનો વીડિયો સામે આવતા હાલ રાજકારણમાં ચર્ચા જાગી છે.