પડધરી ખાખડાબેલા ગામે દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા કેસમાં બેદરકારી બદલ ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

તાજેતરમાં પડધરીના ખાખડાબેલા ગામે ચકચારી દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યાનો મામલે હાલ મોટા સમાચાર સામે આવી રહૃાા છે. આ મામલે વિવિધ મીડિયામાં રિપોર્ટ્સ પ્રકાશિત થતા પોલીસ તંત્રની બેદૃરકારી સ્પષ્ટપણે ઉજાગર થઈ હતી. જેને ગંભીરતાથી લઈને રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે હાલ કડક કાર્યવાહી હાથ ધરી છે અને દૃુષ્કર્મ અને પોક્સોના કેસમાં બેદરકારી દૃાખવનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે કુલ ૪ પોલીસ કર્મીઓને ફરજમાંથી બરતરફ કરી પોલીસે પોતાના જ વિભાગના કર્મીઓ સામે એક દૃાખલો બેસાડ્યો છે.

વિગતે વાત કરીએ તો, રાજકોટ પડધરીના ખાખડાબેલા ગામે વાહન સીિંઝગના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૦ વર્ષીય આધેડની બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. આ કેસમાં હત્યારાઓ અન્ય કોઈ નહીં પણ મૃતકની દીકરી પર દુષ્કર્મ આચરનાર જ બે નરાધમો હતા. હાલમાં જેની હત્યા થઈ તે યુવકે બે વર્ષ અગાઉ વર્ષ ૨૦૨૪માં પડધરી પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીર દીકરી સાથેદુષ્કર્મ થયું હોવાથી ફરિયાદૃ નોંધાવી હતી. જેમાં મહેન્દ્રિંસહ જાડેજા, યશપાલિંસહ જાડેજા અને અજયિંસહ જાડેજા આરોપીઓ તરીકે દર્શાવાયા હતા. ફરિયાદૃ બાદૃ પોલીસે અજયિંસહની ધરપકડ કરી હતી. જ્યારે મહેન્દ્રિંસહ અને યશપાલિંસહ લાંબા સમયથી ફરાર હતા. તેમને જ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યાકાંડના આરોપીઓ બે વર્ષથી પોક્સો એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર હતા અને તેમને પીડિતાના પિતાને સમાધાન કરવા સતત દબાણ કર્યા બાદ તેમનું ધાર્યું ન થતા છરીથી રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દૃીધા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા હતા. જે મામલે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કડક વલણ અપનાવ્યું છે અને દૃુષ્કર્મ અને પોક્સોના કેસમાં બેદરકારી દૃાખવનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી બંધ બેસતો દૃાખલો આપ્યો છે.

મળતી માહિતી મુજબ, આ કેસમાં બેદૃરકારી બદલ પડધરીના તત્કાલીન પીઆઇ એચ.એન.રાઠોડ, પીઆઇ એસ.એન.પરમાર, પીએસઆઇ જે.જે.વાળા અને એએસઆઈ ભગીરથિંસહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાંથી પીઆઇ એસ.એન.પરમાર ૧૫ દિવસમાં બીજી વખત સસ્પેન્ડ થયા હોવાની વિગતો મળી રહી છે. અગાઉ લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા એસ.એન.પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ હાલ ફરી એકવાર એસ.એન.પરમાર વિરુદ્ધ સસ્પેન્શન લેટર નીકળ્યો છે.

નોંધનીય છે કે, આ મામલે વર્ષ ૨૦૨૪ના સગીરા સાથે દૃુષ્કર્મ કેસના બે વર્ષથી ફરાર આરોપીઓ મહેન્દ્રિંસહ અને યશપાલિંસહ હાલ અચાનક પ્રકટ થઈ હત્યાની ઘટનાને અંજામ આપી ફરી એકવાર ફરાર થઈ ગયા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહૃાા છે. ત્યારે ન્યૂઝ૧૮ ગુજરાતી સહિતના મીડિયા ચેનલ્સના અહેવાલની અસર બાદ પોલીસ વિભાગે બેદૃરકારી બદલ જવાબદૃાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી એક દૃાખલો બેસાડ્યો છે. જોકે આ કેસમાં ફરાર આરોપીઓ હવે ક્યારે પકડાશે તથા સસ્પેન્ડેડ પોલીસ અધિકારીઓની આરોપીઓ સાથે મિલીભગત છે કે શું તે અંગે આગામી સમયમાં સત્ય બહાર આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.