
નવરંગપુરામાં કન્સ્ટ્રક્શન કંપની ધરાવતા બિલ્ડર સાથે કરોડો રૂપિયાની છેતરિંપડીનો મામલો સામે આવ્યો છે. આરાધના-અપ્સરા થિયેટરના સંચાલકો સહિત પાંચ શખ્સોએ મિલકત વેચાણનો સોદૃો કર્યા બાદ બિલ્ડર પાસેથી એડવાન્સના પિયા ૨.૪૨ કરોડ ખંખેરી લીધા હતા. જોકે, બાદૃમાં ડીલ કેન્સલ કરીને રૂપિયા પરત ના કરતા, ભોગ બનનાર બિલ્ડરે ઝ્રૈંડ્ઢ ક્રાઈમના અમદીવાદ યુનિટમાં આ તમામ આરોપીઓ સામે ફરિયાદૃ નોંધાવી છે.
બોડકદૃેવના પુષ્પવન એપાર્ટમેન્ટમાં રહેતા અને નવરંગપુરામાં ઓફિસ ધરાવતા ભાવેશભાઈ જાનીએ ચાંગોદરના આરજી સિટી મોલમાં મલ્ટિપ્લેક્સ બનાવ્યું હતું. આ બિલ્ડિંગની ખરીદૃી માટે મણિનગરના મનુભાઈ શાહ, વીરેન્દ્ર શાહ, જીતેન્દ્ર શાહ અને િંબદૃેશ શાહ તેમની પાસે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે તેઓ ઓઢવનું આમ્રપાલી અને મણિનગરનું અપ્સરા-આરાધના થિયેટર જે ૯૮ વર્ષના ભાડા પટ્ટે છે તે વેચીને મલ્ટિપ્લેક્સ ખરીદશે. આ સાંભળીને ભાવેશભાઈને આ મિલકતો પસંદ આવતા તેમણે જ બંને થિયેટર ૧૨ કરોડમાં ખરીદૃવાની ઓફર આપી હતી અને બાનાખત પેટે ૭૨ લાખ રોકડા તેમજ ૧.૭૦ કરોડ ચેક મારફતે એમ કુલ ૨.૪૨ કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવ્યા હતા.
આ રકમનું પેમેન્ટ કર્યા બાદ જ્યારે ભાવેશભાઈએ દસ્તાવેજ અને લખાણ કરવાનું કહૃાું, ત્યારે મનુભાઈએ અન્ય ભાગીદૃારોની લેખિત મંજૂરીનું બહાનું કાઢીને સમય પસાર કર્યો હતો. થોડા દિવસો બાદ બિલ્ડરને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ આ મિલકત મહંમદૃ ફાક શેખ નામના અન્ય વ્યક્તિને બારોબાર વેચી દીધી છે. જ્યારે ભાવેશભાઈએ પોતાના ફસાયેલા નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ તેમને ધાક-ધમકીઓ આપીને પૈસા પાછા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હાલમાં આ મામલે ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ગુનો નોંધીને વધુ તપાસ શ કરી છે.