
દિલ્હીની એક કોર્ટે મંગળવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના અયક્ષ સોનિયા ગાંધી અને પાંચ અન્ય લોકો સામે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસની નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ફરિયાદ ફગાવી દીધી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે આ કેસ એફઆઇઆર નહીં પણ ખાનગી ફરિયાદ પર આધારિત છે. તેથી, ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરાયેલી ફરિયાદ જાળવી શકાય તેવી નથી.
નેશનલ હેરાલ્ડ કેસ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ સાથે જોડાયેલો છે. સ્વામીએ સોનિયા, રાહુલ અને અન્ય કોંગ્રેસ નેતાઓ પર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની ૨,૦૦૦ કરોડની સંપત્તિની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો છે. સુમન દુબે, સેમ પિત્રોડા, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ અને સુનિલ ભંડારી પણ આ કેસમાં આરોપી છે. જૂન ૨૦૨૨ માં, ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની સતત પાંચ દિવસમાં લગભગ ૫૦ કલાક પૂછપરછ કરી.
૨૦૧૨ માં, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, સેમ પિત્રોડા અને સુમન દુબે પર છેતરપિંડી અને નાણાકીય ગેરરીતિ દ્વારા ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને છેતરપિંડીથી હસ્તગત કરવાનો આરોપ મૂક્યો. આરોપો અનુસાર, કોંગ્રેસના નેતાઓએ નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવા માટે યંગ ઇન્ડિયન લિમિટેડ નામની એક સંસ્થા બનાવી, જેનો બહુમતી હિસ્સો ગાંધી પરિવાર પાસે હતો. યંગ ઇન્ડિયન દ્વારા, તેમણે નેશનલ હેરાલ્ડના પ્રકાશક એજેએલને ગેરકાયદેસર રીતે હસ્તગત કર્યું.
સ્વામીએ આરોપ લગાવ્યો કે દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર ૨,૦૦૦ કરોડના હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગ પર નિયંત્રણ મેળવવા માટે આ કરવામાં આવ્યું હતું. આરોપો અનુસાર, ૨,૦૦૦ કરોડની કંપની માત્ર ૫૦ લાખમાં ખરીદવામાં આવી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા, રાહુલ અને આ કેસમાં સામેલ અન્ય કોંગ્રેસ નેતાઓ પર ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી. આરોપીઓમાં મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીઝનું મૃત્યુ થયું છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં, ઈડીએ ૨૦૨૨ માં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછપરછ માટે ઘણી વખત તેની ઓફિસમાં બોલાવ્યા. ૧૩ જૂન, ૨૦૨૨ થી ૧૭ જૂન, ૨૦૨૨ સુધી, ઈડ્ઢ એ રાહુલની સતત પાંચ દિવસ સુધી અનેક તબક્કામાં લગભગ ૫૦ કલાક પૂછપરછ કરી. સોનિયા ગાંધીની પૂછપરછ ૨૧ જુલાઈ, ૨૦૨૨ ના રોજ શરૂ થઈ હતી. ત્રણ દિવસના રાઉન્ડમાં અનેક તબક્કામાં ૧૨ કલાકની પૂછપરછનો સમાવેશ થતો હતો. આ સમયગાળા દરમિયાન ઈડીએ તેમને ૧૦૦ થી વધુ પ્રશ્ર્નો પૂછ્યા.ઈડીએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની ૬૬૧ કરોડની સ્થાવર મિલક્ત જપ્ત કરવા માટે નોટિસ જારી કરી હતી. એપ્રિલમાં એક નિવેદનમાં, ઈડીએ કહ્યું હતું કે તેણે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની ૬૬૧ કરોડની સ્થાવર મિલક્ત જપ્ત કરવા માટે નોટિસ જારી કરી હતી.
ઈડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેણે ૬૬૧ કરોડની સ્થાવર મિલક્ત જપ્ત કરવા માટે નોટિસ જારી કરી હતી. ઈડીએ પીએમએલએ કાયદાની કલમ ૮ અને નિયમ ૫(૧) અનુસાર સંબંધિત મિલક્ત રજિસ્ટ્રારને દસ્તાવેજો સબમિટ કર્યા હતા.ઈડીએ જપ્ત કરવા માટેની મિલક્તોને ખાલી કરાવવાની માંગ કરી હતી. આ સ્થાવર મિલક્તો ઉપરાંત, ઈડીએ નવેમ્બર ૨૦૨૩ માં ૯૦.૨ કરોડના એજેએલ શેર જપ્ત કર્યા જેથી ગુનામાંથી મળેલી રકમ સુરક્ષિત રહે અને આરોપીઓ તેને વેચી ન શકે.ઈડી એ મુંબઈના બાંદ્રામાં હેરાલ્ડ હાઉસના ૭મા, ૮મા અને ૯મા માળે સ્થિત જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને માસિક ભાડું ઈડ્ઢ ડિરેક્ટરને ટ્રાન્સફર કરવા માટે નોટિસ પણ જારી કરી.
નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પૂર્ણ થઈ છે. કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢ ની ચાર્જશીટ પર યાન આપવું કે નહીં તે નક્કી કરવાનું છે. જોકે, ૨૯ નવેમ્બર, શનિવારના રોજ ત્રીજી વખત નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. ૧૪ જુલાઈના રોજ દલીલો પૂર્ણ થયા બાદ, કોર્ટે ૨૯ જુલાઈ સુધી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ, ૮ ઓગસ્ટ અને ૨૯ નવેમ્બરના રોજ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. કોર્ટ હવે ૧૬ ડિસેમ્બરે પોતાનો નિર્ણય સંભળાવશે.