એનડીએ ગઠબંધન આસામમાં ત્રણ આંકડા અથવા ૧૦૦ થી વધુ બેઠકો સુધી પહોંચી શકે છે,હિમંતા

આસામમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ગુરુવાર, ૯ એપ્રિલના રોજ પૂર્ણ થયું. મતદાનને લઈને રાજ્યના લોકોમાં ભારે ઉત્સાહ હતો. ચૂંટણી પંચે માહિતી આપી છે કે આસામમાં ૮૫ ટકાથી વધુ લોકોએ મતદાન કર્યું. એ નોંધવું જાઈએ કે ૨૦૨૧ ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ૮૨.૫% મતદાન થયું હતું. હવે, આસામમાં મતદાન પૂર્ણ થયા પછી, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન આસામમાં ત્રણ આંકડા અથવા ૧૦૦ થી વધુ બેઠકો સુધી પહોંચી શકે છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશી મૂળના મુસ્લિમ સમુદાયમાં મતદાન ૯૫ થી ૯૬ ટકા હતું, જ્યારે આસામના બાકીના ભાગોમાં તે લગભગ ૭૫-૭૬ ટકા હતું. આ વખતે, બંને સમુદાયો વચ્ચે નજીકનો મુકાબલો હતો, અને મારું માનવું છે કે એકંદર મતદાન ૮૬-૮૭ ટકાની આસપાસ રહેશે. પરંપરાગત રીતે મતદાનમાં સક્રિયપણે ભાગ લેતા સમુદાયોએ ચોક્કસપણે વધુ સંખ્યામાં મતદાન કર્યું છે, પરંતુ પરંપરાગત રીતે ઓછું મતદાન ધરાવતા સમુદાયોએ પણ આ વખતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ચૂંટણી પરિણામો વિશે હમણાં વાત કરવી યોગ્ય નથી, પરંતુ જા ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ત્રણ આંકડા સુધી પહોંચે તો તે આશ્ચર્યજનક નથી.”

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું, “મારા શરૂઆતના અંદાજ મુજબ, અમારા સાથી પક્ષ, એજીપી (આસામ ગણ પરિષદ), પહેલાથી જ બે મુસ્લિમ બહુમતી બેઠકો જીતી ચૂક્્યા છે અથવા જીતવાની અણી પર છે. ભાજપે મુસ્લિમ બહુમતી બેઠક પર પણ જારદાર લડાઈ લડી છે. અમે તે બેઠક પર ચૂંટણી લડી રહ્યા છીએ. અમે જીતી શકીએ છીએ અથવા થોડા હજાર મતોના માર્જિનથી હારી શકીએ છીએ. એકંદરે, મહિલાઓ અને યુવાનોએ ઘુસણખોરો વિરુદ્ધ આસામની ઓળખ માટે મતદાન કર્યું છે, અને આ વખતે લોકોએ આસામની સંસ્કૃતિને જાળવવા માટે મતદાન કર્યું છે.”

આસામની તમામ ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન ૯ એપ્રિલના રોજ એક જ તબક્કામાં પૂર્ણ થયું હતું. આસામ ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં બહુમતીનો આંકડો ૬૪ બેઠકો છે.