નવોદયની પ્રવેશ પરીક્ષા તા. 13/12/2025 નારોજ દાહોદ જીલ્લાના દે.બારિયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ તાલુકાનાં 14 પરીક્ષા કેન્દ્ર પર લેવાશે

ઓનલાઇન અરજી કરેલ વિધ્યાર્થીઓએ તેમના પ્રવેશ પત્રો નવોદયની વેબ સાઇટnavodaya.gov.in તથhttps://cbseitms.rcil.gov.in/nvs/Admit Card પરથી ડાઉનલોડ કરવાના રહેશે

આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, લિમખેડા, દાહોદ-2 ના જણાવ્યા મુજબ ધોરણ 6 માં શૈક્ષણિક સત્ર 2026-27 માં પ્રવેશ મેળવવા માટે દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ તાલુકામાંથી જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી પત્રક ભરેલ છે, તે વિધ્યાર્થીઓએ તેમના પ્રવેશ પત્રો (અમળશિં ઈફમિ) નવોદય વિધ્યાલય સમિતિની વેબ સાઇટ navodaya.gov.in s’p https://cbseitms.rcil.gov.in/nvs/Admit Card પરથી ડાઉનલોડ કરવાના રહેશે. પ્રવેશ પત્રો ડાઉનલોડ કરવાની શરૂઆત થઈ ગયેલ છે. પ્રવેશ પરીક્ષા તારીખ 13/12/2025 ના રોજ દાહોદ જીલ્લાના દેવગઢબારિયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ તાલુકાનાં 14 પરીક્ષા કેન્દ્ર પરથી લેવામાં આવશે.