નવા વર્ષના પહેલા મહિને જાન્યુઆરી ૨૦૨૬માં બેંકો ૧૬ દિવસ બંધ રહેશે

આરબીઆઇએ નવા વર્ષના પહેલા મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે. જાન્યુઆરી ૨૦૨૬માં બેંકો કુલ ૧૬ દિવસ બંધ રહેશે. આરબીઆઇએ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર આ ૧૬ રજાઓની જાહેરાત કરી છે. જાન્યુઆરી ૨૦૨૬માં બેંકો કયા દિવસે અને કયા કારણોસર બંધ રહેશે.

તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક પહેલાથી જ બેંક રજાઓની યાદી બહાર પાડે છે, જે દર્શાવે છે કે કયા શહેરોમાં બેંકો કયા દિવસે બંધ રહેશે. તેથી બેંકમાં જતા પહેલા આરબીઆઇની બેંક રજાઓની યાદી તપાસવાનું ભૂલશો નહીં.

જાન્યુઆરીમાં બેંક રજાઓની યાદી

જાન્યુઆરીમાં રવિવારના કારણે ચાર દિવસ અને બીજા અને ચોથા શનિવારના કારણે બે દિવસ બેંકો બંધ રહેશે. વધુમાં બાકીની ૧૦ રજાઓ દરમિયાન વિવિધ શહેરો અને રાજ્યોમાં બેંકો વિવિધ કારણોસર બંધ રહેશે.

૧ જાન્યુઆરી : આ દિવસે ઐઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા અને શિલોંગમાં બેંકો બંધ રહેશે. આ દિવસે નવા વર્ષ અને ગણગાઈને કારણે બેંકો બંધ રહેશે.

૨ જાન્યુઆરી: આ દિવસે નવા વર્ષને લઈને ઐઝોલ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

૩ જાન્યુઆરી : આ દિવસે ફક્ત લખનૌ શહેરમાં બેંકો બંધ રહેશે. હઝરત અલીના જન્મદિવસ પર લખનૌમાં બેંકો બંધ રહેશે.

૧૨ જાન્યુઆરી: સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે ૧૨ જાન્યુઆરીએ કોલકાતામાં બેંકો બંધ રહેશે.

૧૪ જાન્યુઆરી: આ દિવસે મકરસંક્રાંતિ અને માઘ બિહુ માટે અમદાવાદ, ભુવનેશ્ર્વર, ગુવાહાટી અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.

૧૫ જાન્યુઆરી: ઉત્તરાયણ પુણ્યકાલ/પોંગલ/માઘે સંક્રાંતિ/મકર સંક્રાંતિને કારણે ૧૫ જાન્યુઆરીએ બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ અને વિજયવાડામાં બેંકો બંધ રહેશે.

૧૬ જાન્યુઆરી: આ દિવસે તિરુવલ્લુવર દિવસને કારણે ચેન્નાઈમાં બેંકો બંધ રહેશે.

૧૭ જાન્યુઆરી: ઉઝાવર તિરુનલને કારણે ૧આ દિવસે ચેન્નાઈમાં બેંકો બંધ રહેશે.

૨૩ જાન્યુઆરી: નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ/સરસ્વતી પૂજા/વીર સુરેન્દ્ર સાંઈ જયંતિ/બસંત પંચમીના કારણે ૨૩ જાન્યુઆરીએ અગરતલા, ભુવનેશ્ર્વર અને કોલકાતામાં બેંકો બંધ રહેશે.

૨૬ જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસના કારણે ૨૬ જાન્યુઆરીએ દેશભરમાં બેંકો બંધ રહેશે.