નસવાડી તાલુકાના સિંધડીયા ગામમાં બે પાણી પુરવઠા વિભાગના સંપ આવેલા છે. તેમાં પાણી આવે છે.પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગામમાં નાંખવામાં આવેલી પાઈપલાઈન તુટેલી હોવાના કારણે શુદ્ધ પાણી મળતુ નથી.
નસવાડી તાલુકાના સિંધડીયામાં પાણી પુરવઠા વિભાગના બે સંપ આવેલા છે. જયારે સંપમાંથી પાણી ટાંકીને નાંખીને પાઈપલાઈન દ્વારા ગામમાં આપવા માટેનુ આયોજન કરાયુ હતુ.પરંતુ ગામમાં 10/10 વર્ષ જુની પાણીની પાઈપલાઈનો તુટેલી હોવાના કારણે ગામના લોકોને પીવા માટે શુદ્ધ ફિલ્ટરવાળુ પાણી મળતુ નથી. જયારે ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગામમાં બે સંપમાં પાણી આવે છે પરંતુ પાણીની ટાંકીમાં પાણી રહેતુ નથી. પાણીની તમામ પાઈપલાઈનો તુટી ગઈ છે. જેના કારણે ગામમાં પાણી પહોંચતુ નથી. વારંવાર રજુઆતો કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરાતી નથી. જેથી વહેલી તકે તુટેલી પાણીની પાઈપલાઈન રિપેર કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.