નસવાડીમાં ભુંડોનો ત્રાસ વધતા ગ્રામજનો અને ખેડુતોમાં ભારે રોષ

નસવાડી નગરમાં ભુંડોના ત્રાસ વધતા ગ્રામ પંચાયતે ભુંડો હટાવવાની કામગીરી કરી હોવા છતાં હજુ પણ બજારોમાં ભુંડ દેખાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

થોડા દિવસ અગાઉ એક બાળકી ઉપર ભુંડે હુમલો કર્યો હતો. નસવાડી ગ્રામ પંચાયતે ભુંડો પકડવાની કાર્યવાહી કરી તે બાદ ગ્રામસભામાં સો ટકા ભુંડ હટાવવાની માંગ કરી હતી. ગ્રામ પંચાયતે જાહેર નિવિદા બહાર પાડી ભુંડો હટાવવા ખાતરી આપી હતી. આ દરમિયાન ભુંડો હટાવવાની કામગીરી કરી છતાં હજુ સુધી નસવાડીમાં ભુંડો દેખાય છે. હવે તો લોકોની જીવન જ‚રિયાતની વસ્તુઓ પણ ખેંચી લેતા હોવાથી ભારે રોષ જોવા મળ્યો છે. ભુંડોને પકડ્યા બાદ કુકાવટી અને સોડત ગામની સીમમાં છોડ્યા હોવાનુ સ્થાનિક ખેડુતોએ જણાવ્યુ હતુ. ખેતીના નુકસાનને લઈ ભુંડોના ત્રાસથી હેરાન થયેલા ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે.