મહેસાણાના ખેરાલુમાં યુવકે નામ બદલી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, બંને પક્ષે સામસામી ફરિયાદ

મહેસાણા જિલ્લાના ખેરાલુમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો પર્દૃાફાશ થયો છે. એક યુવકે પોતાનું નામ ’રાહુલ પટેલ’ જણાવીને એક કોલેજીયન યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પરંતુ જ્યારે યુવતીને ખબર પડી કે તે રાહુલ નહીં પણ ’મોહમદ જાવેદ’ છે, ત્યારે તેણે તમામ સંબંધો તોડી નાખ્યા. આથી ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીના અંગત પળોના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દૃુષ્કર્મ આચર્યું. જોકે આ ઘટનાની જાણ થતાં જાગૃત નાગરિકોએ ગેસ્ટ હાઉસ પર ત્રાટકીને આરોપીને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો.

મહેસાણાના ખેરાલુમાં રહેતી એક ૨૦ વર્ષીય કોલેજીયન યુવતી સાથે એક યુવકે મિત્રતા કેળવી હતી. આ યુવકે યુવતી સમક્ષ પોતાનું નામ રાહુલ પટેલ હોવાનું જણાવ્યું હતું અને ખોટી ઓળખ આપીને તેણે યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. પરંતુ થોડા સમય બાદૃ યુવતીને જાણ થઈ કે આ યુવકનું સાચું નામ મોહમદ જાવેદ નુરમહંમદ સિન્ધી છે. સચ્ચાઈ સામે આવતા જ યુવતીએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ વિકૃત માનસિકતા ધરાવતા યુવકે અગાઉ પાડેલા અંગત ફોટા અને વીડિયો વાયરલ કરી દૃેવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શ‚ કર્યું. આ ધમકીના આધારે ૨૧મી ફેબ્રુઆરીના રોજ આરોપી જાવેદૃ યુવતીને ખેરાલુના વડનગર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ દૃુષ્કર્મ આચર્યું.

ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા આ કાળા કારનામાની જાણ કેટલાક જાગૃત નાગરિકોને થઈ ગઈ હતી. જેથી લોકોનું ટોળું તરત જ ગેસ્ટ હાઉસ પહોંચી ગયું હતું અને આરોપી મોહમદૃ જાવેદૃને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. યુવકના આ કારનામાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના બાદૃ કેટલાક શખ્સોએ આરોપી જાવેદ અને તેના પિતા નુરમહંમદ હુસૈનભાઈ િંસધીને ગળદૃા પાટુનો ઢોર માર માર્યો હતો. કેટલાક શખ્સોએ આરોપી જાવેદને રીક્ષામાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. યુવકને મલેકપુર રામદૃેવપીરના મંદૃીર પાછળ ખુલ્લા ચોગાનમાં લઈ જઈને માર મારીને ત્યાં જ છોડી દૃઈ નાસી ગયા હતા. જેની પણ ફરિયાદ નોંધાયેલી છે.

સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ખેરાલુ પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી છે. પ્રથમ ફરિયાદૃમાં ભોગ બનનાર યુવતીની રજૂઆતના આધારે આરોપી મોહમદ જાવેદ સામે બીએનએસ કલમ ૬૪(૧) અને ૩૫૧(૨) મુજબ દૃુષ્કર્મ અને ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ, આરોપીના ભાઈ મોહમદૃયાસીન નુરમહંમદ હુસૈનભાઇ િંસધીની ફરિયાદના આધારે આરોપી અને તેના પિતાને માર મારનાર તથા અપહરણ કરનાર અજાણ્યા લોકોના ટોળા અને રિક્ષા ચાલક વિરુદ્ધ પણ બીએનએસ કલમ ૧૧૫(૨), ૧૪૦(૩) અને ૫૪ મુજબ ગુનો દૃાખલ કરાયો છે. હાલ આ સમગ્ર સંવેદનશીલ મામલાની તપાસ વિસનગર ડીવાયએસપી દિનેશિંસહ ચૌહાણ ચલાવી રહૃાા છે અને પોલીસે બંને ગુનાઓમાં કડક તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે.