રાજ્યમાં કુદરતી ગેસ અને ક્રૂડ ઓઈલના ઉત્પાદનથી સરકારને મોટી આવક મળી રહી છે.વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યમાં કુલ ૫૨,૮૩,૧૭૦ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થયું હતું. આ ઉત્પાદન પરથી રાજ્ય સરકારને ૩૪૨૯.૮૩ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ હતી. તેની સામે વર્ષ ૨૦૨૫-૨૬માં ઉત્પાદન ઘટીને ૩૯,૭૦,૮૩૭ મેટ્રિક ટન રહૃાું, જેના પરિણામે આવક પણ ઘટીને ૨૩૪૯.૫૨ કરોડ પિયા રહી.
કુદરતી ગેસના ઉત્પાદનમાં પણ સમાન સ્થિતિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૪,૫૨,૬૫,૩૩૮ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનું ઉત્પાદન થયું હતું અને તેમાંથી ૨૩૧.૪૨ કરોડ રૂપિયાની આવક મળી હતી. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ઉત્પાદન ઘટીને ૫૩,૧૮,૦૫,૯૦૭ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થયું, જેના પરથી ૧૭૦.૫૭ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ. આ આંકડાઓ દર્શાવે છે કે બંને ક્ષેત્રોમાં ઉત્પાદૃનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે રાજ્યની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.