
છોટાઉદેપુર જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાનજી મંદિર ખાતે મુલાકાત લેતા જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત દરમિયાન સ્વચ્છતા હી પ્રભુતાને સાર્થક કરતા જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સ્વયં સ્વચ્છાગ્રહમાં જોડાયા હતા. છોટાઉદેપુર જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાનજી મંદિર ખાતે જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જીલ્લા વિકાસ અધિકારી સચિન સહીત વહીવટી તંત્ર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સ્વચ્છતા હી પ્રભુતાને સાર્થક કરતા જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સ્વયં સ્વચ્છાગ્રહમાં જોડાયા હતા.
પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત સંકલ્પને સાકાર કરવા માત્ર સરકાર જ નહી સમાજનો પણ સાથ જોઈશે. આ પહેલમાં કલેકટરે કચરો એકત્રિત કરીને યોગ્ય નિકાલ કરવા પર્યાવરણની જાળવણી કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ઝંડ હનુમાનના પ્રાંગણમાં પ્રાચીન શિવાલયમાં પૂજાવિધિ કરી આશીર્વાદ મેળવ્યા હતા. કલેકટરશ્રીએ મંદિર ટ્રસ્ટીઓ અને સંબંધિત અધિકારીઓને મંદિર પરિસરમાં સ્વચ્છતા અને અન્ય વ્યવસ્થાઓ અંગે વધુ અમલવારી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન નાયબ જીલ્લા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી હસમુખભાઈ રાઠવા, ઝંડ હનુમાનજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી હરિયાભાઈ રાઠવા સહીત મંદિર ટ્રસ્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝંડ હનુમાન ખાતે જીલ્લા કલેકટર સ્વયં સ્વચ્છાગ્રહમાં જોડાઇ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.