છોટાઉદેપુર પંથકના વિકાસ માટે વારંવાર સરકારમાં રજૂઆતોના પગલે છોટાઉદેપુર 137 વિધાનસભા વિસ્તારમાં ઝોઝ, કેવડી, અને છોટાઉદેપુર નવીન રસ્તા માટે જમીન સંપાદન ફોરેસ્ટ તથા યુડીલીટી શિફ્ટિંગ માટે 122.10 કરોડ અને રોડ મજબુતીકરણ ફર્નિચર ત્રણ મેજર બ્રિજ તથા 21 સ્ટ્રકચર માટે 323.8 કરોડ રૂપિયા મળી કુલ 445.9 કરોડના મહત્વના વિકાસ કાર્યોની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા મળતા સમગ્ર છોટા ઉદયપુર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દ્વારા સરકારમાં વિકાસના કામો અર્થેની માંગણી અને રજૂઆતોને પગલે ગુજરાત સરકાર દ્વારા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર યોજના હેઠળ છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના ઝોઝ, કેવડી, અને છોટાઉદેપુર નવીન રસ્તા માટે જમીન સંપાદન ફોરેસ્ટ તથા યુડીલીટી શિફ્ટિંગ માટે 122.10 કરોડ અને રોડ મજબુતીકરણ ફર્નિચર ત્રણ મેજર બ્રિજ તથા 21 સ્ટ્રકચર માટે 323.8 કરોડ રૂપિયા મળી કુલ 445.9 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જે ઐતિહાસિક વિકાસ પ્રગતિ માટે છોટાઉદેપુર વિધાનસભા વાસીઓ વતી ધારાસભ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સાથે છોટાઉદેપુરની જનતાને પણ અભિનંદન પાઠવ્યા છે.