મહીસાગર જીલ્લામાં પુરવઠા નિગમ દ્વારા લીંબડીયા અઙખઈ ખાતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયર્સ કોર્પોરેશન (APMC) દ્વારા અનાજની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.
મહીસાગર જીલ્લામાં ડાંગરનું ઉત્પાદન મોટા પાયે થાય છે. ખાસ કરીને લુણાવાડા તાલુકામાં ખેડૂતો દ્વારા ડાંગરનો પાક વધુ લેવામાં આવે છે. સમગ્ર જીલ્લામાં કુલ 5596 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર વેચવા માટે નોંધણી કરાવી છે. જેમાં લુણાવાડા તાલુકાના 2278, સંતરામપુરના 1246, કડાણાના 888, ખાનપુરના 679, વીરપુરના 257 અને બાલાસિનોર તાલુકાના 255 ખેડૂતોનો સમાવેશ થાય છે. ખેડૂતોને 20 કિલો ડાંગરના 473 રૂપિયા 80 પૈસાનો ભાવ મળી રહ્યો છે. આ ભાવ બજારભાવ કરતાં વધુ હોવાથી ખેડૂતોને આર્થિક લાભ થઈ રહ્યો છે.