કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો:વીરપુરમાં આયોજિત કાર્યક્રમમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંગઠનને મજબૂત કરવા પર ચર્ચા

મહીસાગર જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા વીરપુર તાલુકા કોંગ્રેસ પરિવાર માટે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વીરપુર ખાતે બાલાસિનોર રોડ પર આવેલી લાભ રેસિડન્સીમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મહીસાગર જિલ્લાના પ્રમુખ હર્ષદભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા વિરોધ પક્ષના નેતા રૂપાલબા ગજેન્દ્રસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ અને સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય ગેંદાલભાઈ ડામોર સહિત જિલ્લાના વિવિધ આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *