
મહીસાગર જીલ્લામાં એક એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું તબિયત લથડતા મોત થયું હતું. આ ઘટના જંબુસરથી કડાણા ડેમ જતી એસ.ટી. બસમાં બની હતી, જ્યાં મુસાફરની અચાનક તબિયત બગડી હતી.
મુસાફરની ગંભીર સ્થિતિ જોતા બસના ડ્રાઇવરે તાત્કાલિક બસને લુણાવાડા સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તપાસ કર્યા બાદ મુસાફરને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મુસાફરને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.