મહીસાગર જીલ્લામાં ગમખ્વાર અકસ્માત લુણાવાડા સંતરામપુર હાઇવે માર્ગ ઉપર અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત

મહીસાગર જીલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લુણાવાડા-સંતરામપુર હાઇવે માર્ગ ઉપર હરીઘરના મુવાડા ગામ પાસે દૂધવાહન અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ ક‚ણ મોત નીપજ્યા છે.

લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ સિત કેન્દ્ર ખાતે જઈ રહ્યું હતું, તે દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલ કાર સાથે હરીગરના મુવાડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો છે બનાવની જાણ થતા સ્થાનિક લોક ટોળા ઘટના સ્થળે ઉમટ્યા છે અને સંતરામપુર પીઆઇ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમામ ત્રણે મૃતકો દાહોદ જીલ્લાના ફતેપુરાના રહેવાસી છે.

હરીગરના મુવાડા ગામ ખાતે અકસ્માતમાં દાહોદ જીલ્લાના ફતેપુરા ગામના તળાવ ફળિયામાં રહેતા એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. મૃતકોમાં કાર ચાલક હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ (પુત્ર) પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ (માતા) અને સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિ (દાદી) નો સમાવેશ થાય છે. એકજ પરિવારના માતા – પુત્ર અને દાદીનું અકસ્માતમાં મોત થતા પરિવાર પર આભફાટ્યું.

મહિસાગર જીલ્લાના લુણાવાડા-સંતરામપુર માર્ગ પર સર્જાયેલા માર્ગ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ જીલ્લા કલેક્ટર અર્પિત સાગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક સફિન હસને ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.