
આઝાદી પર્વની પૂર્વ સંધ્યા એ ગોધરા નગરને હરિયાળું બનાવવા માટે એક ગૌધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો. ત્યારે એક ગૌધરા શ્રેષ્ઠ ગોધરાના અધ્યક્ષ આશિત ભટ્ટે જણાવ્યું હતું કે, ભારત દેશની સંસ્કૃતિએ કૃષિ અને ઋષિની સંસ્કૃતિ છે. આપણા ઋષિ મુનિઓ એ હજારો વર્ષો પહેલાં પર્યાવરણનું મહત્વ સમજાવી નદીને માતાનું સ્થાન, પર્વતોને પવિત્ર અને વૃક્ષ માં વાસુદેવ છે, છોડમાં રણછોડ છે ની ભાવના આપણામાં વેડી હતી.
અત્યારે દિવસે દિવસે ગરમી વધી રહી છે, કેમ કે વૃક્ષો કાપવામાં આવે છે. પ્રાણવાયુ દૂષિત થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ એ વૃક્ષો નું મહત્વ સમજવું પડશે.
ગોધરા નગર ને શ્રેષ્ઠ બનાવવા માટે સતત પ્રયત્ન કરતી એક ગૌધરા શ્રેષ્ઠ ગોધરા સંસ્થા છે, જે ગોધરા નગર ને હરિયાળું બનાવવા પ્રયત્નશીલ છે. જેના ઘરે થોડી જગ્યા હોય તો એક વૃક્ષ અને વધુ જગ્યા હોય તો વધુ વૃક્ષો વાવે અને ઉછેરે તેવી અપીલના પ્રતિસાદ પે અંકુર સ્કૂલ, યોગે શ્ર્વર સોસાયટી પાસે લીમડો, આસોપાલવ એમ સાત વૃક્ષો વાવવામાં આવ્યા, ટ્રી ગાર્ડ પણ લગાવવા માં આવ્યા અને તે વૃક્ષો ને દત્તક આપી તેને ખોળ ખાતર, નિયમિત પાણી પીવડાવવા ની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવી હતી.
આ વૃક્ષા રોપણ ના કાર્યક્રમ માં આશિત ભટ્ટ, નિર્મિત દેસાઈ, મિતેશ પટેલ, જયેશ ભરવાડ,દિનેશ પટેલ, રાજુ લાલવાણી, સંજય રાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.