લુણાવાડા સાત તળાવ ગામે ખેતરમાં યુવાનની હત્યા કરવા મામલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામે એક યુવાનની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, રાત્રિ દરમિયાન પાક રક્ષણ માટે ખેતરમાં ગયેલા યુવાન પર જીવલેણ હુમલો થયો હતો.

તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મૃતક યુવાન સાત તળાવ ગામનો જ રહેવાસી હતો અને તેનું નામ સમીર પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ લુણાવાડા ટાઉન પોલીસ, જઘૠ, કઈઇ ટીમ સહિત ઉઢજઙ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.