લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, રાસ રમતી ૧૬ વર્ષીય સગીરા અચાનક ઢળી પડી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન ખૂબ જ દૃુ:ખદ અને દયવિદૃારક ઘટના બની છે. જ્યાં એક તરફ લગ્નની ખુશી અને ઉત્સવનો માહોલ હતો, ત્યાં જ અચાનક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ લગ્નમાં રાસ રમાઈ રહૃાો હતો ત્યારે ૧૬ વર્ષીય સગીરા અચાનક ઢળી પડી હતી. તાત્કાલિક તબીબી મદદ કરવા છતાં તેને બચાવી શકાઈ નહીં. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું અવસાન થયું છે.

મૃતક સગીરાનું નામ સંધ્યાબેન અરિંવદભાઈ ડાભી છે. તે મૂળ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામની રહેવાસી હતી. લગ્ન પ્રસંગમાં તે પોતાના પરિવારજનો સાથે રાસ રમવા માટે આવી હતી. ખુશીની આ ક્ષણો અચાનક દૃુ:ખમાં ફેરવાતાં આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના બન્યા બાદૃ પરિવારજનો અને ગામલોકોમાં ભારે આઘાત ફેલાયો છે. નાની ઉંમરે આવું દૃુ:ખદ અંત આવતાં દરેક વ્યક્તિ આઘાતમાં છે. લગ્નનો આખો આનંદૃ અને ઉત્સાહ એક જ પળમાં શોકમાં બદલાઈ ગયો.

આવી ઘટનાઓ યુવાનોમાં વધતા દયરોગના જોખમ અને અચાનક આરોગ્ય સમસ્યાઓની ગંભીરતા તરફ ધ્યાન દૃોરે છે. ખાસ કરીને શારીરિક શ્રમ અથવા તીવ્ર ઉત્સાહની પ્રવૃત્તિઓ દરમિયાન આરોગ્યની કાળજી લેવી અત્યંત જ‚રી છે.સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગે ઘટનાની તપાસ કરી છે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતદૃેહ પરિવારને સોંપી દૃીધી છે.

આ દૃુ:ખદૃ ઘટના બધાને વિચારવા મજબૂર કરે છે કે આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને નિયમિત તપાસ કેટલી મહત્વની છે. તો બીજી તરફ નાના બાળકોને આવતા હાર્ટ એટેકના કેસોમાં પણ િંચતાજનક રીતે વધારો નોંધાઇ રહૃાો છે. કોરોના પછી નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાની સમસ્યા વધી હોવાના અનેક દૃાવાઓ કરવામાં આવ્યા છે. પરંતુ આ અંગે કોઈ તથ્યપૂર્ણ રિપોર્ટ સામે આવી શક્યો નથી.

ઉલ્લેખનિય છે કે, પહેલા પણ યુવકોને મેચ રમતી વખતે હાર્ટ એટેક આવી ચૂક્યા છે, અને તેમણે ગ્રાઉન્ડ ઉપર જ તેમના મોતના સમાચાર તમે વાંચી ચૂક્યા છે. હવે બાળકીઓને પણ હાર્ટ એટેકથી મોત થઈ રહૃાા છે.