પશ્ર્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા પછી પહેલીવાર નમાજને લઈને સંઘર્ષ ઉભો થયો છે. શુક્રવારે રસ્તા પર નમાજ અદૃા કરવા પર વિવાદૃ થયો હતો. આના કારણે હોબાળો મચી ગયો અને પછી પોલીસે કાર્યવાહી કરવી પડી. અહેવાલો અનુસાર, નમાઝ પઢનારાઓએ દૃાવો કર્યો હતો કે તેઓ વર્ષોથી રસ્તા પર નમાઝ પઢતા હતા. જોકે, પોલીસના કડક વલણ બાદૃ, નમાઝ પઢનારાઓએ રસ્તો ખાલી કરી દૃીધો. આ ઘટના કોલકાતાના રાજા બજારમાં બની. કોલકાતામાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી સુવેન્દૃુ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તા પર નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સત્તા પરિવર્તન પછી બંગાળમાં મુખ્યમંત્રી બનેલા સુવેન્દૃુ અધિકારીના નેતૃત્વ હેઠળની સરકારે રસ્તા પર ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે રસ્તા પર કોઈ ધાર્મિક કાર્યક્રમો યોજાશે નહીં. મંદિૃરો હોય કે મસ્જિદૃોમાં, ગમે ત્યાં ઊંચા અવાજે લાઉડસ્પીકર વગાડવામાં આવશે નહીં. શુક્રવારે, જ્યારે લોકો રાજા બજારમાં શુક્રવારની નમાઝ પઢવા માટે રસ્તા પર એકઠા થયા હતા, ત્યારે પોલીસે કડક વલણ અપનાવતા તેમને પાછા ફરવાની ફરજ પડી હતી.
જ્યારે પોલીસે લોકોને રસ્તા પર નમાઝ પઢતા અટકાવ્યા, ત્યારે તેઓએ વિરોધ કર્યો. મોટી સંખ્યામાં પોલીસની હાજરીને કારણે હંગામો થયો. સરકારે ધર્મને ધ્યાનમાં લીધા વિના રસ્તા પર ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો આદૃેશ જારી કર્યો છે. શુક્રવારે પોલીસે વાંધો ઉઠાવ્યો ત્યારે મુસ્લિમ સમુદૃાયના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા. ૯ મેના રોજ બંગાળમાં સુવેન્દૃુ અધિકારીએ શપથ લીધા પછી નમાઝ પર ખલેલ પહોંચાડવાની આ પહેલી ઘટના છે.