ખાનપુર તાલુકાના ૧૦ ખેડૂતોના ટ્રેક્ટર સોલાર કં૫ની અને રોડ કોન્ટ્રાકટરને ભાડે આપતા ટ્રેકટર પડાવી ગઠિયા ફરાર

ખાનપુર તાલુકાના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની રોજીરોટી સમાન ટ્રેક્ટરો ને નિશાન બનાવતી એક હાઈ-પ્રોફાઈલ ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે.

અરવલ્લી જીલ્લાના સાઠંબા અને ઉભારણ માં ઓફિસ બતાવી કોન્ટ્રાકટરનું કામ કરીયે છીએ અને રોડ ના કામ માં ટ્રેક્ટર રાખવાના બહાને ૪ ભેજાભાજોએ ખાનપુર તાલુકાના ૧૦ થી વધુ ખેડૂતો પાસે ભાડા કરાર કરીને ટ્રેકટર ભાડે લઇને ભાડાની રકમ અને ટ્રેકટર લઇને ગાયબ થઇ જતા બાકોર પોલીસ મથકે ખેડૂતોએ છેતરપીંડીની અરજી કરી છે.

ઝાલોલ બાદ મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના ખેડૂતો પાસેથી ભાડાના વાહન લઇને ઠગ ટોળકીને ૧૦ થી વધુ ખેડૂતો સાથે છેતરપીંડી કરતો મામલો બહાર આવ્યો છે. ખાનપુર તાલુકામાં ગામડાઓમાં ખેડુતો પાસે ટ્રેકટર સીઝન ના હોવાથી વાહન પડી રહ્યા હોય ત્યારે ઠગ ટોળકી વચેટીયા મારફતે ખેડૂતો પાસે આવીને ટ્રેકટર ભાડે આપવાની લાલચ આપે છે.

સોલાર કંપની અને કોન્ટ્રકટરને ભાડે આપવાના હોવાથી વાહનો ભાડે લઇએ છીએ. ટ્રેકટરના ડીઝલ અને મેન્ટેનન્સનો તમામ ખર્ચ કંપની ભોગવશે. તેવી વાતો કરી વિશ્ર્વાસ જીતી લીધો હતો. ચાર ગઠીયાએ ખેડૂતોને માસિક ૧૭ હજારથી ૨૦ હજાર સુધીનું ભાડું આપવાની ઓફર કરી વિશ્ર્વાસમાં લીધા હતા અને ત્રણ મહિનાના સ્ટેમ્પ પેપર પર ભાડા કરાર કર્યા હતા. શ‚આતમાં પ્રથમ મહિનાનું ભાડું ચૂકવીને ખેડૂતોનો ભરોસો જીત્યા બાદ ગઠીયાઓ ટ્રેક્ટરો લઈ ગયા હતા.

ચોમાસામાં ખેતી કરવા ટ્રેકટરની જ‚ર થતા ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરોની ઉઘરાણી શ‚ કરી ત્યારે ઇસમોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હાલ ખેતીની સિઝનમાં ટ્રેક્ટરની જ‚રિયાત છે, બીજી તરફ બેંક લોનના હપ્તાની મુદત આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકામાં ગઠીયાોઓએ ૧૦ થી વધુ ટ્રેકટર ભાડા કરાર કરીને લઇ જઇને છેતરપીંડી કરતા ખેડુતોએ પોલીસ મથકે અરજી આપી છે.

ભાડે વાહનો જોઈએ છે કહી છેતરપિંડી કરી મા‚ ટ્રેકટર સોલાર કંપનીમાં ભાડે આપવાનુ કહીને કરાર કરીને ટ્રેકટર લીધુ હતું. મને એડવાન્સ પેટે પૈસા આપ્યા બાદ ૩ માસનુ ટ્રેકટરનુ ભાડુ આપ્યુ નથી. ખેતીની સિઝન આવવાની હોવાથી ટ્રેકટરની તપાસ કરતા ઠગોના મોબાઇલ ફોન બંધ આવી રહ્યા છે. તપાસ કરતા મારી જેમ ૧૦ જેટલા ખેડૂતોના ટ્રેકટર લઇને છેતરપીંડી કરી છે. અમે બધા ખેડુતોએ બાકોર પોલીસ મથક અરજી આપી છે.:- ડામોર શનાભાઈ, ભોગ બનનાર, ખેડૂત..