
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા સરપંચ સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને વિવિધ મુદ્દાઓ પર લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) અને એસ.ઓ. (SO) ની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની મુખ્ય માંગણી કરવામાં આવી હતી.
કવાંટ તાલુકામાં કુલ ૫૫ ગ્રામ પંચાયતો આવેલી છે, જેના કારણે કામગીરીનું ભારણ વધુ રહે છે. હાલમાં કવાંટ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી નિવૃત્ત થતાં આ જગ્યા ખાલી પડી છે. આ ઉપરાંત, તાલુકા પંચાયતમાં બે એસ.ઓ.ની જગ્યાઓ પણ ખાલી છે. સરપંચ સંઘે આ તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે માંગ કરી છે.
રજૂઆતમાં ગ્રામ પંચાયતોને જી.એમ. પોર્ટલ પરથી ખરીદી કરવાની સત્તા આપવાની પણ માંગ કરવામાં આવી હતી. કવાંટ તાલુકામાં ૧૩૦ જેટલા ગામો છૂટાછવાયા અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા હોવાથી ટાઈડ ગ્રાન્ટમાંથી ગટર બનાવવાનો હેતુ સિદ્ધ થતો નથી. આથી, ટાઈડ ગ્રાન્ટનો ઉપયોગ પેવર બ્લોક અને હાઈમાસ્ટ ટાવર બનાવવા જેવા અન્ય હેતુઓ માટે કરવાની પરવાનગી આપવા વિનંતી કરાઈ છે.
સરપંચ સંઘે આદિ આદર્શ યોજના હેઠળના કામો પૂર્ણ થયા હોવા છતાં ઘણી ગ્રામ પંચાયતોને નાણાં ચૂકવાયા ન હોવાથી તેની ચૂકવણી પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ કરી છે. પૈસા બિલની ઓનલાઈન કામગીરીમાં થતી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા પણ જણાવાયું છે. કવાંટ તાલુકામાં રેતી, સિમેન્ટ, કપચી, લોખંડ અને મજૂરીના ભાવ ઊંચા હોવાથી એસ.ઓ.આર. (જભવયમીહય જ્ઞર છફયિંત) સુધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
તાલુકાના આયોજનમાં તમામ ગ્રામ પંચાયતોને સરખા ભાગે કામ મળે તે રીતે આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, નરેગા હેઠળના માટી અને મેટલના કામો ૫ લાખ પિયાની મર્યાદામાં હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે અને તેની ચૂકવણી ગ્રામ પંચાયત દ્વારા થાય છે. આ કામો ગ્રામ પંચાયતોને જ સુપ્રત કરવાની માંગણી પણ કરવામાં આવી હતી.