કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી રૂપિયા ૨.૯૮ લાખનો લક્ઝરીયસ દારૂ સાથે મરાઝો ફોરવીલ ગાડી પકડી

ગઈકાલે રાતે વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી રૂપિયા ૨.૯૮ ઉપરાંત ની કિંમતના લક્ઝરીયસ વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૭૧ સાથે મહિન્દ્રા કંપનીની મરાઝો ૭ સીટર ફોરવીલ ગાડી પકડી પાડી ૧૦૦૦/- નો મોબાઈલ ફોન તથા ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૬,૯૯,૮૨૪-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રાતે કતવારા પોલીસની ટીમ ગુજરાત અને મધ્યપ્રદેશની જોડતી ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશ બાજુથી દિલ્હી પાસિંગની ડીએલ ૧૨ સી ક્યુ-૬૧૮૯ નંબરની મહિન્દ્રા કંપનીની મરાઝા ૭ સીટર સર ફોરવીલ ગાડી લક્ઝરીયસ વિદેશી દારૂની બોટલો લઈ આવતી હોવાની ગુપ્ત બાતમી કતવારા પોલીસને મળતા પોલીસની ટીમ સતર્ક બની હતી. તે દરમિયાન રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ દિલ્હી પાસિંગની મરાઝા ફોરવીલ ગાડી નજીક આવતા જ પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધી હતી. અને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા ૩૫,૮૦૮/-ની કિંમતની બ્લેક લેબલ ૭૫૦ એમ.એલની કાચની બોટલ નંગ-૧૨, રૂપિયા ૪૭,૪૪૮/-ની કિંમતની ડબલ બ્લેક ૭૫૦ એમએલની કાચની બોટલ નંગ-૧૨, રૂપિયા ૩૭,૯૯૨/-નીકિંમતની ગ્રે ગ્રુસ ૭૫૦ એમએલની કાચની બોટલ નંગ-૧૨, રૂપિયા ૭૧,૮૦૮/-ની કિંમતની શીવાસ ૧૮ ૭૫૦ એમએલની કાચની બોટલ નંગ-૧૨, રૂપિયા ૨૦,૬૮૮/-ની કિંમતની ગાલીન ફિલ્ડ ૭૦૦ એમએલની કાચની બોટલ નંગ-૬, રૂપિયા ૬૭,૦૮૦/-ની કિંમતની ટકીલા-૭૫૦ એમએલની કાચની બોટલ નંગ-૧૨ તથા રૂપિયા ૧૮,૦૦૦/- ની કિંમતની હેન્ડ્રીક્સ ૭૦૦ એમ.એલ ની કાચની બોટલ નંગ-૫ મળી કુલ રૂપિયા ૨,૯૮,૮૨૪/-નિકુલકિંમતની કાચની છૂટી બોટલ નંગ-૭૧ પકડી પાડી ગાડીના ચાલક રાજસ્થાનના ઝાલોર  જિલ્લાના ૫૫ વર્ષીય ચમનારામ ઉર્ફે ચીમનારામ ચૌધરી (જાટ) ની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ૧૦૦૦/-ની કિંમત ને મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ચાર લાખની કિંમતની મહિન્દ્રા કંપનીની મર્યાદા ૭ સીટર ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૬,૯૯,૮૨૪/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધો લઈ અટકાયત કરાયેલા ફોરવીલ ગાડીના ચાલક ચમનારા ઉર્ફે ચીમનારામ ચૌધરી (જટ) તેમજ ગાડીમાં લક્ઝરીયસ વિદેશી દારૂની બોટલો ભરી આપનાર હરિયાણા ગુડગાંવના અજાણ્યા ઠેકાના માલિક મળી બે જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.