કોંગ્રેસના કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પુરીબેન બાબુભાઈ ગોજીયા બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે લાખીબેન રામભાઈ કરમુર બિનહરીફ થયા હતા. કારોબારીના ચેરમેન તરીકે અલ્પાબેન વિનોદભાઈ કરમુર છે. ગંગાબેન જયસુખભાઈ ખાણધરની દંડક તરીકે પસંદગી કરવામાં આવી છે. ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગોગનભાઈ ભીખાભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૨૨માંથી ૧૮ બેઠકો પર ભાજપે કબ્જા કર્યો હતો. આ સિવાય ખંભાળિયા, ભાણવડ અને તાલુકા પંચાયત પર પણ ભાજપે કબ્જે કરી હતી. જ્યારે કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસના નામે થઈ હતી. તેના પગલે કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ કોંગ્રેસના જ હશે તે સુનિશ્ચિત થઈ ગયુ હતુ. આના પગલે કલ્યાણપુર તાલુકા પંચાયત પર હવે કોંગ્રેસનું શાસન છે. તેની કારોબારી પણ અÂસ્તત્વમાં આવી ગઈ છે. તે સમયે નવા પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રજાના પ્રશ્નો પર ધ્યાન આપવાનું વચન આપ્યુ છે અને તેને ઉકેલવાની દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા માટેની હૈયાધારણ પણ આપી છે. નવી કારોબારીએ પણ જણાવ્યું છે કે અમે તંત્ર સાથે સમન્વય સાધીને પ્રજાના પ્રશ્નો પર કામ કરીશું. લોકોની તકલીફોનો ઉકેલ લાવીશું. પ્રજાની તકલીફોમાં પક્ષીય ભેદભાવ નહીં કરીએ.