કાલોલ તાલુકાના જંત્રાલ ગામે ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં : ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, તંત્ર સામે સ્થાનિકોમાં રોષ

ગટર નું ગંદુ પાણી રોડ પર ફરી વળતા લોકો પરેશાન રોગચાળો ફેલાઈ તો નવાઈ નહીં.

ગામના નાગરિકો દ્વારા વારંવાર સરપંચ તલાટીને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના જંત્રાલ ગામે ગામના રસ્તા ઉપર ગટરોના પાણી ફરી વળ્યા રોગચાળો ફેલાય તેવી હાલત જ્યારે ગામની હાલત એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ છે કે રાહદારીઓને વાહન ચાલકોને અને સ્કૂલે જતા બાળકોને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ગામના નાગરિકો દ્વારા જાતે જ ગટરના પાણીનો નિકાલ કરતા હોય તેવો સોશિયલ મીડિયામા વિડીયો વાયરલ થતા ગામના નાગરિકો એ અનેક વાર ગામના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવતું નથી. વધુમાં ગામના નાગરિકો એ જણાવ્યું હતું કે, સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે આગળ અમારૂં કોઈ સાંભળતું નથી અને અમને પૂરી ગ્રાન્ટ નથી. આપતા તો અમે કામ કેવી રીતે કરીએ ગટરના પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, ’ઘણા મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યાને લઈને તંત્રને અનેકવાર રજૂઆત કર્યા છતા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. નજીકમાં શાળા આવેલી છે, તો વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. અમારી એટલી માગ છે કે, ગટરની સમસ્યાનો કાયમીધોરણે નીકાલ લાવામાં આવે તેવી ગા્રમજનોની માંગ છે.