કાલોલની સી.બી. ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી

શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ, કાલોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ગુ‚પૂર્ણિમા’ની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શ‚આત સવારે શાળાના પ્રાર્થનાખંડમાં કરવામાં આવી હતી. સૌપ્રથમ શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા ‘ગુ‚ બ્રહ્મા ગુ‚ વિષ્ણુ’ના શ્લોકગાન અને મનોહર પ્રાર્થના સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓએ તમામ શિક્ષકોને પુષ્પગુચ્છ આપીને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.

ગુ‚પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ગુ‚પૂર્ણિમા દર્શાવતી કવિતાઓ અને ભજનનું ગાન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પોતાના આર્શીવચનો આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.