
આજરોજ કદવાલ મામલતદાર ઓફિસના પટાંગણમાં તાલુકા કક્ષાનો બારમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
કદવાલ મામલતદાર ે જણાવ્યું કે, સેવા સેતુનો હેતુ નાગરિકોના કામો મફતમાં પૂરા કરવાનો છે, જ્યારે ઓફિસમાં ફી લેવાય છે. તેમણે લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી.

તાલુકા આરોગ્ય વિભાગના ડોક્ટરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનો વીમો પાંચ લાખથી વધારીને દસ લાખનો કરાયો છે. તેમણે દરેકને પીએમ જે કાર્ડ કઢાવવા વિનંતી કરી.
કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ, જેમાં જીઈબી દ્વારા સોલાર પેનલનો સ્ટોલ પણ હતો, લગાવવામાં આવ્યા. અનેક લાભાર્થીઓને પ્રમાણપત્રો અપાયા. આ પ્રસંગે તાલુકા પ્રમુખ રેખાબેન બારીયા, ઉપપ્રમુખ નરવતભાઈ રાઠવા, સરપંચ જલીબેન પાણી, તાલુકા સદસ્ય મિતલબેન રાઠવા, પાની સરપંચ સુમનભાઈ નાયકા અને ઈટવાળા સરપંચ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.