જૂનાગઢ કલેકટરની ઓઇલ વિક્રેતાઓ સાથે બેઠક, કાળા બજાર અને કુત્રિમ અછત ઊભી કરનાર સામે કાર્યવાહી થશે

ઈરાન અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિની વચ્ચે એલપીજી ગેસ અને પેટ્રોલને લઈને કોઈ પણ પ્રકારની અછત કે મુશ્કેલીભરી સ્થિતિ આજના દિવસે અને આવનારા મહિના દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં થશે નહીં, પૂરતા પુરવઠાની વચ્ચે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવશિયાએ જુનાગઢ શહેર અને જિલ્લાના વિક્રેતાઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું.

જેમાં કોઈપણ વ્યક્તિ દ્વારા કુત્રિમ અછત ઊભી કરવી અથવા તો ગેસ કે અન્ય પેટ્રોલિયમ પેદાશનું કાળા બજારી કરવી તેને ગુનો માનવામાં આવશે. આવી ગતિવિધિ સાથે જાડાયેલા તમામ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થશે. લોકોએ પણ કોઈ પ્રકારનો ભ્રમ કે આફવામાં આવ્યા વગર તમામ લોકોને તેમની જરૂરિયાત મુજબ રાંધણગેસ અને અન્ય પેટ્રોલિયમ પદાર્થ મળશે, જેની ચિંતા ન કરવાનું આશ્વાસન પણ કલેક્ટરે આપ્યું છે.

ઈરાન અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિની વચ્ચે પેટ્રોલિયમ પદાર્થની કોઈ પણ પ્રકારની ખેંચ આજના દિવસે જુનાગઢ શહેર અને જિલ્લામાં જાવા મળતી નથી. જેને કારણે લોકોએ કોઈ પણ પ્રકારના ભ્રમ અથવા તો અફવામાં ન આવીને બિનજરૂરી રીતે ગેસ અને અન્ય પેટ્રોલિયમ પદાર્થ લેવા માટે દોડભાગ ન કરવાની વિનંતી જુનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા કરવામાં આવી છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં રાંધણ કે સહિત પેટ્રોલિયમ પદાર્થનું વિતરણ કરતા વિક્રેતાઓ સાથે આજે જુનાગઢ જિલ્લા કલેકટર અને પુરવઠા અધિકારીએ બેઠક કરી હતી. જેમાં કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રાંધણગેસ અને અન્ય પેટ્રોલિયમ પદાર્થનો જથ્થાનો ગેરકાયદેસર સંગ્રહ ન કરે તેવી જ રીતે આ જથ્થાનુ કાળા બજારી કરીને વેચાણ ન કરે તેનું ધ્યાન રાખવાની જવાબદારી વિક્રેતાઓને સોંપી છે.

જા કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા રાંધણ કેસ કે અન્ય ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરશે અથવા તો તેને કાળા બજારી કરીને રૂપિયા કમાતા સામે આવશે તો તેની સામે કાયદાકી કાર્યવાહી કરવાની ચીમકી પણ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા આપવામાં આવી છે.

ગુજરાતના કેટલાક જિલ્લા અને અન્ય રાજ્યોમાં એલપીજી લેવા માટે લોકો વિક્રેતાઓ દુકાન બહાર લાઈન લગાવતા જાવા મળી રહ્યા છે. જેને કારણે લોકોમાં ગેસ અને અન્ય પેટ્રોલિંગમાં પદાર્થોની અછત ઊભી થશે આવા ડરની વચ્ચે લોકો રાંધણગેસ અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ જુનાગઢ શહેર અને જિલ્લામાં હજુ સુધી ઊભી થઈ નથી. માર્ચ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી ગેસ અને અન્ય પેટ્રોલિંગ પદાર્થનો પૂરતો જથ્થો પણ સુરક્ષિત કરાયો છે. જેથી જુનાગઢ શહેર અને જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની અફવામાં ન આવવું જાઈએ તેવી વિનંતી પણ કલેકટરે કરી છે.