માગશર સુદ એકાદશીને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ગીતા એક જ એવો ગ્રંથ છે, જેની જયંતી ઉજવાય છે. જોરીયા પરમેશ્ર્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ,જાંબુઘોડામાં આચાર્ય ડો.સી.બી.રાઠવા ના માર્ગદર્શન હેઠળ ગીતાજયંતી નિમિત્તે તા.01/12/2025 સોમવારના રોજ બપોરે 12:00 કલાકે મદ્ભગવદ્ગીતામાં મૂલ્ય શિક્ષણ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે પ્રિતેશકુમાર બી.જોષીએ ઉપસ્થિત રહી ગીતામાં નિરૂપિત મૂલ્યો અને વિદ્યાર્થીઓના જીવનમાં તેનું મહત્વ એ વિષે ખૂબ જ પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું. વિવિધ દ્રષ્ટાંતો આપી ભગવદગીતાના જ્ઞાનની જીવનમાં ઉપયોગિતા સમજાવી હતી. આચાર્ય સી.બી.રાઠવાએ પણ વિદ્યાર્થીઓને ગીતાના જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના પ્રા.પર્વતભાઇ રાઠવાએ કર્યું હતું તેમજ આભાર વિધિ ડો.ભારતી પટેલ દ્વારા કરવામાં આવી હતી. વ્યાખ્યાનમાં કોલેજના અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.