દેશમાં મહિલાઓ પર હિંસાના બનાવ બની રહ્યા તેને લઈને 2000 વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ નક્કી કર્યું કે કે આ બનાવ બંધ થાય તે માટે 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર વર્ષના 16 દિવસ મહિલા હિંસા નાબુદી પખવાડિયાની ઉજવણી કરી જાગૃતિ દ્વારા મહિલા હિંસાના કાયદાઓ અને તેની સામે રક્ષણના પગલાં શું લેવા તેની જાગૃતિ કરવી તે માટે આનંદી સંસ્થા અને દેવગઢબારિયા મહિલા સંગઠનના સંયુક્ત ઉપક્રમે દૂધિયા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું. જેમાં સંગઠનના બહેનોમાં પ્રમુખ ગુલીબેન અને તેમની ટીમમાં લીલાબેન, સપનાબેન, સુરેખાબેન અને આનંદી સંસ્થા ના પ્રાચીબેને ખૂબ જ અગત્યની માહિતી ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને આપી હતી અને તે અંગેનું માહિતી સભર સ્ત્રીઓના સંદર્ભ નવા ફોજદારી કાયદા ઉપરાંત ડિજીટલ હિંસા જાગ્રતા નું પેમ્પલેટ અને માહિતી પુસ્તિકા આપી હતી. કાર્યક્રમના અંતમાં આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ માહિતી શાળાના એનએસએસ યુનિટ પ્રોગ્રામ ઓફિસર જીતેન્દ્ર બામણિયા અને સમાજશાસ્ત્ર વિષય શિક્ષક ડો. તૃપ્તિ બાલા શુક્લા વિશેષ માહિતી આપી આનંદી સંસ્થા ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.