વર્ટેસિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, ગોધરા એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ તથા એપોલો ટેલી હેલ્થ દ્વારા સંચાલિત પ્રોજેક્ટ નિરામયા અંતર્ગત આજે ભઠવાડા ટોલ પ્લાઝા ખાતે વિશ્ર્વ એડ્સ દિવસની અનુલક્ષયઑ વ્યાપક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમ દરમિયાન 250 થી વધુ માર્ગ ઉપયોગકર્તાઓ તથા સ્થાનિક નાગરિકોને એચ.આઈ.વી./એડ્સ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. નિષ્ણાતોએ એચ.આઈ.વી.એડ્સથી બચવા માટેના સાવચેતીના પગલાં, સમયસર તપાસની મહત્વતા, ગેરસમજો દૂર કરવાના માર્ગ અને સારવાર બાબતે માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે આશિષ શેટી (ગોધરા એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ), ડો. હિમાલય ડામોર (એપોલો ટેલી હેલ્થ) તથા તેમની સંપૂર્ણ ટીમની ઉપસ્થિતિ નોંધાઈ. આજુબાજુનાં ગામોના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સંસ્થાઓએ આવનારા દિવસોમાં આ પ્રકારના આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
પ્રોજેક્ટ નિરામયા અંતર્ગત ગોધરા થી દાહોદ સુધીના એક્સપ્રેસ હાઈવે માર્ગ પર સોમ થી શનિવાર સવારે 10 થી 5 ઉદય હોટેલ, વડેલાવ ગામ, સંતરોડ હાઈવે લેબાય સર્વિસ રોડ તથા ભઠવાડા ટોલ પ્લાઝા નજીકટ્રક ડ્રાઈવરોની સુવિધા માટે આરોગ્ય સેવાઓ નિયમિત રૂપે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સ્વસ્થ્ય વાન મારફતે MBBS ડોક્ટર, પેરા મેડિકલ સ્ટાફ, તથા સપોર્ટ ટીમ દ્વારા જનરલ ચેકઅપ, દવાની સુલભતા, આંખની ચકાસણી, ચામડી સંબંધિત રોગોની તપાસ, ડાયાબિટીસ અને બીપી ચકાસણી જેવી સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે.
આ જાગૃતિ અભિયાનથી માર્ગ ઉપયોગકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકોમાંHIV એડ્સ અંગે જાગૃતિ વધારવા અને આરોગ્ય પ્રત્યે જવાબદાર બનાવવાનો સંદેશ અસરકારક રીતે પહોંચ્યો.