શાળામાં બિસ્કીટચોકલેટનું વિતરણ, આનંદમય માહોલ વચ્ચે શાલ ઓઢાડી કરીને સન્માન.
ઘોડિયા ગામ:આજે ઘોડિયા ગામમાં યુવા અને કાર્યસમર્પિત સરપંચ અવસરભાઈના જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો. સામાજીક ભાવનાથી પ્રેરાઈ સરપંચએ ગામની શાળાના બાળકોને બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરી મીઠું મોઢું કરાવ્યું. બાળકોમાં હર્ષનો માહોલ છવાઈ ગયો હતો. શાળા પરિવાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અવસરભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષકવૃંદે જણાવ્યું કે યુવા સરપંચ ગામના વિકાસ સાથે શિક્ષણક્ષેત્રે પણ સક્રિય રીતે જોડાયેલા રહે છે.
આ કાર્યક્રમ પત્યા બાદ ઘોડિયા સરપંચને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરીયાએ એ.પી.એમ.સી ખાતે અવસરભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને શાલ ઓઢાડી તેમનો સન્માન કર્યો. તેમણે સરપંચના ગ્રામ વિકાસ માટેના પ્રયત્નોની પ્રશંસા કરી અને આગલા સમયમાં વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી.