
પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા અને મામલતદાર શૈલેન્દ્ર પરમાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી બૂથ લેવલ ઓફિસર્સને બિરદાવાયા.
ઝાલોદ 130 વિધાનસભા ક્ષેત્રમાં ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનારા 36 બૂથ લેવલ ઓફિસર્સ (BLO)નું આજે સન્માન કરવામાં આવ્યું હતું.
મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, તેમજ મામલતદાર શૈલેન્દ્ર પરમારની આગેવાની હેઠળ તમામ 36 BLO ઓને કામગીરીનું 100 ટકા ડિજીટાઇઝેશન સમય પહેલાં પૂર્ણ કરવા બદલ શ્રેષ્ઠતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારી એ.કે. ભાટિયાએ BLOઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, સમય પહેલાં કામગીરી આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવી એ પ્રશંસનીય કામગીરી છે. આપ સૌએ ઝાલોદ વિધાનસભાને રાજ્ય સ્તરે ઉત્તમ કામગીરીની શ્રેણીમાં સ્થાન અપાવ્યું છે.
આ તકે તેમણે ઇકઘઓ પાસેથી ઝડપી કામગીરી પાછળની તેમની યોજના, મહેનત અને અપનાવેલી વ્યૂહરચના અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ અન્ય ઇકઘઓને પણ આવી જ આયોજનબદ્ધ, ટેકનોલોજી આધારિત અને શુદ્ધતા સાથેની કામગીરી કરવા પ્રેરણા આપવાની અપીલ કરી હતી. પ્રદેશમાં સકારાત્મક કામગીરીને ઉજાગર કરતો આ કાર્યક્રમ ઝાલોદમાં કાર્યરત BLOઓ માટે પ્રોત્સાહક પુરવાર થયો છે.