પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામડીના સબસેન્ટર દ્વારા સગર્ભા તપાસથી લઈ NCD સ્ક્રીનિંગ સુધીની સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ પ્રદાન.
દાહોદ જીલ્લામાં આરોગ્ય ઉજાશ ફેલાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમનો સફળ આયોજન કરવામાં આવ્યો. આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામડી હેઠળના સબસેન્ટરશંકરપુરા, આશ્રમ ફળિયામાં આ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી.
આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબની સેવાઓ ગ્રામજનોને આપવામાં આવી. સગર્ભા મહિલાઓની ચકાસણી આભા કાર્ડ તથા ઙખઉંઅઢ કાર્ડ બનાવવાની સુવિધા સામાન્ય આરોગ્ય તપાસ NCD (Non-Communicable Diseases) સ્ક્રીનિંગ NSV, IEC,TB અને મેલેરિયા તપાસ લેબોરેટરી તપાસ રસીકરણ સેવા કાર્યક્રમના આયોજનમાં ખઙઇંઠ સુરેશભાઈ અમલીયારનો વિશેષ સહકાર રહ્યો. ગામના સરપંચ સુરેશભાઈ ડામોર તેમજ સામાજીક આગેવાન મુકેશભાઈ ડામોરની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ઉમળકો વધ્યો.
મેડિકલ ઓફિસરDr.. મનમયુરાજ સંગાડા, Dr.. અચેના સોલંકી, સુપરવાઈઝર ગિરીશભાઈ ડામોર, સુમનબેન સંગાડા,CHO, FHW,, આશા વર્કર સહિતની આરોગ્ય ટીમે ગ્રામજનોને તમામ સેવાઓ સુચારૂ રૂપે આપી. ગામના મોટી સંખ્યામાં લાભાર્થીઓએ કાર્યક્રમનો લાભ લેનાર સાથે આ પ્રકારની આરોગ્ય સુવિધાઓ ગામે ગામ પહોંચાડવા અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી.