ગોધરા 181 અભયમ ટીમ મળી આવેલ મહિલા અને માસુમ બાળકોને સુરક્ષિત આશ્રય અપાવ્યો

ગત રોજ એક જાગૃત નાગરિક એ 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે, એક મહિલા રોડ પર ફર્યાં કરે છે, તેઓની પાસે આશરે એક વર્ષનું બાળક છે. તેને મદદ રૂપ બનવા જણાવતાં અભયમ રેસકયું ટીમ ગોધરા સ્થળ પર પહોંચી તેઓ સાથે વાતચિત કરતા તેઓ કોઈ માહિતી સરખી રીતે આપી શકયા ન હતા. આ મહિલા અને તેના બાળક ને સુરક્ષાની જરૂર જણાતા સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે. આ ફોટોવાળા મહિલાની કોઈને જાણકરી મળે તો અભયમ સૂત્રોનો સંપર્ક કરવા વિનંતી છે.

મળતી માહિતિ મુજબ ઘોઘંબામાં એક જાગૃત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરીને જણાવેલ કે, અજાણ્યા મહિલા બે દિવસથી નાનું બાળક લઈને ગામમાં આસપાસ ફર્યા કરે છે અને સાંજે ચાર રસ્તા પર આવી ઊંઘી રહે છે અને લોકો તેને પૂછપરછ કરતા ગાળો બોલે છે.

ગોધરા 181 અભયમ ટીમે થર્ડ પાર્ટી જણાવેલ સરનામે સ્થળ પર પહોંચેલ અને મહિલાનું કાઉન્સિલિંગ કરતા તેઓ તેનું નામ જણાવતા હતા, પરંતુ તેમના વિશે બીજી કોઈ માહિતી આપી શકે તેમ ના હોય. તેઓને અને તેના બાળકને કોઈ નુક્શાન થાય નહી.. કારણ કે તેઓ બાળકીને લઈ રોડ વચ્ચે બેસતા, સુતા હતાં અને આજુબાજુમા ફરતા રહેતા હતા. લોકોને જાણ થતા અવાર નવાર તેમને પકડી ને બાજુ પર લાવતા હતાં. અન્ય વ્યકિત ને કોઈ નુક્શાન થાય નહી તે માટે અજાણ્યા મહિલા ને સુરક્ષિત આશ્રય માટે ઓ.એસ.સીમાં રાખવામા આવેલ છે. અભયમના આ માનવતાવાદી કાર્યથી લોકો એ અભયમ સેવાને બિરદાવી હતી.