જેડીયુ હવે ભાજપનો સેલ બની ગયો છે,નીતીશને જે રીતે બહાર કાઢવામાં આવ્યા તેનાથી લોકો નાખુશ છે,તેજસ્વી યાદવ

બિહારના રાજકારણમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચા તેજ બની છે. આ દરમિયાન, વિપક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે જનતા દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના સંબંધોની આકરી ટીકા કરી છે. તેજસ્વી યાદવે કહૃાું છે કે જદયુએ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દૃીધું છે. તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમારના ગયાની રીતને પણ અપમાનજનક ગણાવી હતી.

પટણામાં મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે જદૃયુ હવે સંપૂર્ણપણે ભાજપના નિયંત્રણમાં છે. જદયુ હવે ભાજપનો ’સેલ’ બની ગયો છે. તેમણે કહૃાું, જદયુ હવે પહેલા જે પાર્ટી હતી તે રહી નથી; તે હવે ભાજપનો સેલ બની ગયો છે. ભાજપના એજન્ટો ત્નડ્ઢેં ને અંદૃરથી નષ્ટ કરી રહૃાા છે.”

તેમણે વધુમાં કહૃાું કે જે રીતે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ પરથી દૃૂર કરવામાં આવી રહૃાા છે તે અત્યંત દૃુ:ખદ છે. તેજસ્વી યાદૃવે કટાક્ષમાં કહૃાું, “તમે ૨૦ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર વ્યક્તિને રાજ્યસભામાં મોકલ્યા છે.” તેજસ્વીના મતે, આ નિર્ણય નીતિશ કુમાર પર “લાદૃવામાં” આવ્યો છે.

જદૃયુ હવે જદયુ રહેશે નહીં; તે ભાજપ સેલ બની ગયું છે. ભાજપ એજન્ટો જદૃયુમાં છે, અને તેમણે ત્નડ્ઢેં ને નષ્ટ કરી દૃીધું છે. જે રીતે નીતિશ કુમારને બરતરફ કરવામાં આવ્યા છે તે અત્યંત દૃુ:ખદ છે. આપ ૨૦ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર વ્યક્તિને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લઈ રહી છે. તે લાદવામાં આવ્યું છે.

જ્યારે રાજકીય નિવેદનબાજી વધી રહી છે, ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમના વહીવટી કાર્યમાં વ્યસ્ત હતા. તેમણે બાકરપુર-માનિકપુર ચાર-માર્ગીય રોડ પ્રોજેક્ટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને કામ ઝડપી બનાવવા નિર્દૃેશ આપ્યો.

બિહાર ભાજપ પ્રદૃેશ પ્રમુખ સંજય સરાવગીએ આગામી બેઠકો વિશે માહિતી શેર કરી છે. બિહાર એનડીએની બે મહત્વપૂર્ણ બેઠકો ૧૪ એપ્રિલે યોજાવાની છે. એનડીએ વિધાનસભા પક્ષની બેઠક બપોરે ૩ વાગ્યે ભાજપ મુખ્યાલયમાં શિવરાજ િંસહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાશે. સાંજે ૪ વાગ્યે, બિહાર વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં બધા એનડીએ ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં વિધાનસભા પક્ષના નેતાની ઔપચારિક પસંદગી કરવામાં આવશે.