જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યા કરનાર વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

કોર્ટે જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યા કરનાર વ્યક્તિને આજીવન કેદૃની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે શિન્ઝો આબે પર ચૂંટણી પ્રચાર દૃરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.

િંશઝો પર હુમલો કરનાર વ્યક્તિએ પોતાનો ગુનો કબૂલ્યો. ત્યારબાદૃ, જાપાનની એક કોર્ટે તેને આજીવન કેદૃની સજા ફટકારી. ગુનેગારની ઓળખ ૪૫ વર્ષીય તેત્સુયા યામાગામી તરીકે થઈ હતી. યામાગામીએ અગાઉ જુલાઈ ૨૦૨૨ માં નારા શહેરમાં ચૂંટણી પ્રચાર ભાષણ દૃરમિયાન આબેની હત્યા કરવાની કબૂલાત કરી હતી. ન્યૂઝ એજન્સી એપીએ એનએચકે પબ્લિક ટેલિવિઝનને ટાંકીને આ સમાચાર આપ્યા હતા.

શિન્ઝો આબે દૃેશના પશ્ર્ચિમ ભાગમાં આવેલા નારામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહૃાા હતા, ત્યારે તેમને પાછળથી ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદૃ શિન્ઝોને દૃયરોગનો હુમલો આવ્યો અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું.

ગોળીબાર કરનાર, તેત્સુયા યામાગામીની ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, યામાગામી શિન્ઝોની નીતિઓથી નાખુશ હતા અને તેમને મારવાનો ઇરાદૃો ધરાવતા હતા. ગોળીથી શિન્ઝોના ગળામાં ઇજા થઈ હતી, અને અહેવાલો દૃર્શાવે છે કે તેમની છાતીમાં લોહી વહેતું હતું.

શિન્ઝો આબેનો જન્મ ૧૯૫૪ માં થયો હતો. તેમનો પરિવાર પણ રાજકારણમાં સામેલ હતો. તેમના પિતા, શિન્તારો આબે, જાપાનના વિદૃેશ મંત્રી તરીકે સેવા આપી હતી. શિન્ઝો આબેના દૃાદૃા, નોબુસુકે કિશી, જાપાનના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. શિન્ઝો પોતે ૨૦૦૬ માં સૌથી નાના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ ત્યારબાદૃ ટૂંક સમયમાં જ રાજીનામું આપી દૃીધું હતું. ત્યારબાદૃ શિન્ઝો ૨૦૧૨ થી ૨૦૨૦ સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી. સ્વાસ્થ્યના કારણોસર તેમણે ૨૦૨૦ માં રાજીનામું આપ્યું.