જામનગરમાં શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે છેતરિંપડી, રોકાણની લાલચ આપીને ૪૧.૮૬ લાખ પડાવ્યા

શહેરમાં રોકાણના નામે છેતરિંપડીના કિસ્સાઓ સતત વધી રહૃાા છે, ત્યારે લેટેસ્ટ ટાર્ગેટ શહેરના એક પ્રતિષ્ઠિત તબીબ બન્યા છે. જામનગરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. કે.એસ. મહેશ્ર્વરી સાથે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ૪૧.૮૬ લાખની છેતરિંપડી આચરવામાં આવી છે. જાણીતા તબીબ સાથે છેતરિંપડીનો થયેલો આ બનાવ હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, જામનગરના પોષ વિસ્તાર એવા પાર્ક કોલોનીમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર વર્ષોથી પોતાની હોસ્પિટલ ચલાવતા ઓર્થોપેડિક સર્જન ડો. કે.એસ. મહેશ્ર્વરીએ આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદૃ મુજબ, ’આરકેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીના સંચાલકોએ ડોક્ટરનો સંપર્ક કરી શેરબજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી હતી.

આરોપીઓએ ડોક્ટર પાસેથી કુલ ૪૧,૮૬,૩૪૬ મેળવી લીધા હતા. જોકે, આ રકમનું વળતર તો દૃૂર, રોકેલી મૂડી પણ પરત ન મળતા ડોક્ટરને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. પોલીસે ડો. મહેશ્ર્વરીની ફરિયાદના આધારે શેર બ્રોિંકગ કંપનીના ડાયરેક્ટર સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં આરકેડિયા શેર એન્ડ બ્રોકર પ્રા. લિ.ના ડાયરેક્ટર નીતિન અમૃતલાલ, એન્ટોની સિક્વેટા, પ્રેમ એન્ટોની સિક્વેટા, યશ રમેશભાઈ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે સિટી બી-ડિવિઝન પોલીસે ગુનો દૃાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પાંચેય આરોપીઓ સામે વિશ્ર્વાસઘાત અને છેતરિંપડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ કંપનીના બેંક એકાઉન્ટ્સ અને ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવી રહી છે. જેથી આ કૌભાંડનું મૂળ જાણી શકાય.