જામનગરમાં જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદે ખનન રોકવા જતા હુમલો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદૃેસર રેતી ખનન અટકાવવાનો પ્રયાસ કરતી વખતે એક સ્થાનિક ખેડૂત સહિત ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદૃ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ દૃાખલ કરવામાં આવી છે, જેમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, રણજીતપર ગામના ૩૩ વર્ષીય ખેડૂત રમેશભાઈ રણછોડભાઈ રાઠોડે જણાવ્યું હતું કે તે અને તેમના ગામના ઉમેદૃભાઈ ગાંગાણી અને જયંતિભાઈ રાઠોડ ગેરકાયદૃેસર રેતી ખનન કરતા વાહનોને રોકવા ગયા હતા. તે સમયે જોડિયા તાલુકાના બલંબા ગામના નિલેશભાઈ માલવીયા, રાણીસ પટેલ અને તેમના એક સાથીએ લાકડાના લાકડીઓથી હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા.

ફરિયાદૃમાં જણાવાયું છે કે આરોપીઓએ તેમની સાથે દૃુર્વ્યવહાર પણ કર્યો હતો. જોડિયા પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી ફરિયાદૃો અને આક્ષેપો અનુસાર, રણજીતપર પંચાયતની પરવાનગી વિના, બલંબા ગામના દસ્તાવેજો અને લેટરહેડનો દૃુરુપયોગ કરીને ગેરકાયદૃેસર રીતે રેતી ખનન લીઝ આપવામાં આવી રહી છે. આ રેતી માફિયાઓ ગામમાં ખુલ્લેઆમ દૃાવો કરે છે કે જામનગર પોલીસ વિભાગ અને કલેક્ટર તેમના ખિસ્સામાં છે અને કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. ખાણ અને ખનીજ વિભાગની ટીમ ખોટા સર્વે નંબરો બતાવીને ગ્રામજનોને ગેરમાર્ગે દૃોરી રહી હોવાના પણ આક્ષેપો છે.

આ ગેરકાયદૃેસર ખાણકામને કારણે ગ્રામજનો દ્વારા બાંધવામાં આવેલ બંધ તૂટી ગયો છે, જેના પરિણામે દૃરિયાનું ખારું પાણી નદૃીમાં પ્રવેશ્યું છે. આનાથી ઘઉં, જીરું અને ચણા જેવા પાકને ભારે નુકસાન થયું છે. માફિયાઓ ખેડૂતોને ધમકાવી રહૃાા છે અને ગામમાં અશાંતિ ફેલાવી રહૃાા છે. બાલંબા પંચાયતના દૃસ્તાવેજોના દૃુરુપયોગ, ખેડૂતોને ધમકીઓ અને ખાણ અને ખનીજ વિભાગની કથિત મિલીભગત અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે અને મુખ્યમંત્રીને ફરિયાદૃ મોકલવામાં આવી છે.