હોન્ડાની પહેલી ઇલેક્ટ્રિક બાઈક, WN7 રિવીલ:600cc એન્જિન સાથે પાવરફુલ EV, ફૂલ ચાર્જ પર 140 કિમી ચાલશે; કારની જેમ સ્ટાર્ટ/સ્ટોપ બટન આવશે

જાપાની ટુ-વ્હીલર કંપની હોન્ડાએ ગઈકાલે (6 નવેમ્બર) ઇટાલીના મિલાનમાં યોજાનારા ECIMA 2025 મોટર શોમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ, WN7, સંપૂર્ણ સ્પેસિફિકેશન સાથે રિવીલ કરી છે. કંપનીનો દાવો છે કે આ EV 600cc પેટ્રોલ બાઇક જેટલી પાવરફુલ છે અને ફુલ ચાર્જ પર 140 કિમીની રેન્જ ધરાવશે.

આ ઇલેક્ટ્રિક બાઇકમાં કાર જેવું જ પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટન છે. કંપનીએ અગાઉ યુરોપિયન બજાર માટે એક્મા મોટરશોમાં ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી હતી, તેની કિંમત આશરે 15.56 લાખ રૂપિયા છે અને તેની રેન્જ 130 કિમી છે.

કંપનીએ હજુ સુધી ભારતમાં આ ઇલેક્ટ્રિક બાઇકના લોન્ચ વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. આ બાઇકની કિંમત ₹10-12 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે રહેવાની ધારણા છે. આ ઇ-બાઇકનું પ્રોડક્શન જાપાનમાં તેની કુમામોટો ફેક્ટરીમાં થશે, અને તેને ધીમે ધીમે વૈશ્વિક બજારોમાં રજૂ કરવામાં આવશે.