ChatGPT સુવિધા કે સમસ્યા?:મેડિકલ, લીગલ અથવા ફાઇનાન્શિયલ સલાહ હવે બંધ, કંપનીએ નિયમોમાં કર્યો મોટો બદલાવ

કાનૂની મદદ, નાણાકીય માહિતી અથવા આરોગ્ય સંબંધિત સલાહ માટે મોટા ભાગના લોકો AIનો સહારો લેવા લાગ્યા છે, જેના કારણે ઘણી વખત નુકસાન થવાનો ખતરો ઊભો થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, OpenAI હવે ChatGPTના ઉપયોગની પદ્ધતિ બદલવા જઈ રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે હવે આ લોકપ્રિય AI ચેટબોટ લોકોને મેડિકલ, લીગલ અથવા ફાઇનાન્શિયલ સલાહ આપશે નહીં.

29 ઓક્ટોબરથી બદલાયા નિયમો રિપોર્ટ્સ અનુસાર, 29 ઓક્ટોબરથી ChatGPTએ મેડિકલ, લીગલ અને ફાઇનાન્શિયલ વિશે ચોક્કસ સલાહ આપવાનું બંધ કરી દીધું છે. NEXTAના અહેવાલ મુજબ, આ ચેટબોટ હવે સત્તાવાર રીતે એક એજ્યુકેશનલ ટૂલ છે ન કે સલાહકાર અને નવી શરતો આ વાત સ્પષ્ટપણે દર્શાવે છે.

નવા નિયમો હેઠળ પ્રતિબંધિત બાબતો નવા નિયમો હેઠળ, હવે ChatGPT ન તો લોકોને દવાના નામ કે ડોઝનું સૂચન આપશે, ન તો કાનૂની વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે અને ન તો રોકાણ સંબંધિત ખરીદ-વેચાણની સલાહ આપશે.